ગોધરા,ગોધરા નજીકથી પસાર થઈ રહેલી પાનમ હાઈ લેવલ કેનાલ પાંડવા ફળિયાના રહીશો માટે હાલ જોખમી બની છે. અંદાજિત 40 ફૂટ ઊંડી કેનાલની બાજુમાં અડીને રહેણાંક મકાનો આવેલા હોવા છતાં કોઈપણ પ્રકારની આડશ આજદિન સુધી ઉભી કરવામાં આવી નથી.જેથી અહીં વસવાટ કરતા રહીશોના પશુઓ અને બાળકો ખુલ્લી કેનાલમાં ખાબકવાની અનેકવાર ઘટનાઓ પણ બની ચૂકી છે. ત્યારે કોઈ જીવલેણ અકસ્માત થાય એ પૂર્વે કેનાલને ફરતે આડસ ઊભી કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમના પાંડવા ફળિયામાં તમામ શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે. આ ફળિયાના રહેણાંક વિસ્તારમાંથી પાનમ હાઈ લેવલ કેનાલ પસાર થઈ રહી છે, જેની ઊંડાઈ અંદાજિત 40 ફૂટ જેટલી છે અને કેનાલના બંને છેડા ઉપર કોઈપણ પ્રકારની આડસ બનાવવામાં આવી નથી. જેથી અહીંના રહીશો સતત અકસ્માતની દહેશત વચ્ચે જીવી રહ્યા છે. વધુમાં અહીંના તમામ રહીશો પેટીયું રળવા માટે સવારે ગોધરા શહેર વિસ્તારમાં જતા હોય છે અને મોડી સાંજે ઘરે પરત ફરતા હોય છે. દરમિયાન તેઓના નાના નાના બાળકો અહીંયા એકલા જ રહેતા અને રમતા હોય છે. જેથી તેઓને બાળકો કેનાલમાં પડી જવા ની સતત ચિંતા સતાવી રહી છે. આ ચિંતા ના કારણે શ્રમજીવી પરિવાર ની મહિલાઓ કોઈપણ કામકાજ માટે પોતાના બાળકોને મૂકીને જવાનું ટાળી રહી છે, સાથે જ જ્યારે પરિવારના પુરૂષ અને મહિલાઓને સાથે બહારગામ કામ અર્થે જવાની સ્થિતિ ઊભી થતી હોય છે દરમિયાન અહીં અભ્યાસ કરતી મોટી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને નાના બાળકોની સાચવણી માટે પરિવારજનો ઘરે મૂકીને જતા તેઓના અભ્યાસને પણ અસર પહોંચી રહી છે. જેથી આ કેનાલના કિનારા ઉપર રેલીંગ અથવા દિવાલ ઊભી કરી આળસ બનાવવામાં આવે એવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.
પાંડવા ફળિયા માંથી પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલ લના બંને છેડા ઉપર આળસ ઊભી કરવા માટે સરકારમાં વિભાગ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જેની મંજૂરી મળી જતા રહેલી તકે અહીં રેલિંગ ઊભી કરવામાં આવશે એમ પાનમ વિભાગ ના અધિકારી જણાવી રહયા છે. વધુમાં પાનમ હાઈ લેવલ કેનાલ ઉપર અન્ય રહેણાંક વિસ્તારમાં પણ આડા સુધી કરવાની રજૂઆત મળી છે, જેની પણ હાલ કામગીરી પ્રગતિમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.