પંચમહાલ, ગોધરાના BRGF ભવન હોલ ખાતે જીલ્લાના તલાટી કમ મંત્રી મહામંડળનો સન્માન સમારોહ યોજાયો હતો

ગોધરા,પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા 14 માર્ચ ગુરૂવારે સવારે અગિયાર કલાકે વાર્ષિક સ્નેહમિલન તથા નવનિયુકત તલાટી કમ મંત્રીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જીલ્લામાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનાર તલાટીને સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે જ જીલ્લામાં નવનિયુકત થયેલા તલાટીકમ મંત્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નવનિયુકત તલાટીઓને જીલ્લાની સ્થિતિથી વાકેફ કરી શકાય તેમજ અધિકારીઓથી પરિચિત કરી શકાય તેવા ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતા 364 જેટલા તલાટીકમ મંત્રી સહિત નાયબ જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.