પંચમહાલ- ગોધરા જીલ્લાના 11 હોમગાર્ડ યુનિટમાં જીલ્લા પોલીસવડા દ્વારા પ્રશંસાપત્ર પઠવાયુંં

ગોધરા,

પંચમહાલ-ગોધરા જીલ્લાના 11 હોમગાર્ડ યુનિટના 1403 જેટલા હોમગાર્ડ સભ્યો તથા તેઓના પરિવારને કોરોના મહામારી સામે રક્ષણ મળી રહે તે હેતુથી વેકસીનેશન અંગે જાગૃતા કેળવી તમામ હોમગાર્ડ વેકસીન અપાવવામાં તેમજ સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના ઈ-શ્રમ અને આયુષ્યમાન યોજના હેઠળ 1242 જેટલા હોમગાર્ડના સભ્યોને કાર્ડ આપવાની નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ તેની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી પંચમહાલ જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા પ્રશંસાપત્ર પાઠવવામાં આવ્યું.