પંચમહાલમાં ડાંગર ટેકાના ભાવે વેચવા 4,548 ખેડુતોએ રજીસ્ટે્રશન કરાવ્યુ


ગોધરા,
ખરીફ ઋતુની શરૂઆતથી પંચમહાલ જિલ્લામાં સારા ચોમાસા વચ્ચે જિલ્લામાં 55 હજાર હેકટર કરતા વધુ જમીનમાં ડાંગરનુ વાવેતર કરવામાં આવ્યુ છે. મુખ્ય પાક ડાંગરની કાપણીથી મહામહેનતે તથા ટેકાના ભાવથી ખુશ છે. સરકાર દ્વારા જિલ્લામાં ખેડુતોનુ દલાલો કે વેપારીઓથી શોષણ થતુ અટકાવવા પુરવઠા નિગમ દ્વારા પ્રતિ ક્વિન્ટલના રૂ.2040 ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. તેના માટે રજીસ્ટે્રશન તા.17 ઓકટો.થી શરૂ કરવામાં આવ્યુ હતુ. અને તા.31 ઓકટો.રજીસ્ટે્રશનની છેલ્લી તારીખ સુધી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવા જિલ્લાના 4548 ખેડુતોએ રજીસ્ટે્રશન કરાવ્યુ છે. ગત વર્ષ ટેકાના ભાવ કરતા ચાલુ વર્ષ રૂ.100 વધારીને રૂ.2040 ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી રહ્યા છે. સરકારે રજીસ્ટે્રશનની શરૂઆત કરતા જિલ્લામાં વી.સી.ઈ.કર્મીઓની હડતાળ અને દિવાળી પર્વ હોવાથી મોટાભાગના ખેડુતો નોંધણી કરાયા વગર રહી ગયા હોઈ ખરીદી નોંધણીની મુદ્દતમાં વધારો કરીને એક માસ માટે કરવામાં આવે તેવી ખેડુતોએ ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરી છે.