પંચમહાલ, દાહોદ અને મહિસાગર જીલ્લામાં નિટ પરીક્ષામાં પ્રથમ આવનાર પ્લાઝમા સ્કુલે વિદ્યાર્થીનું સન્માન કરાયું

પંચમહાલ, દાહોદ અને મહિસાગર એમ તણેય જિલ્લામાં નિટ ની પરીક્ષામાં પ્રથમ આવનાર પ્લાઝમા ઇન્સ્ટિટયૂટના સ્મિત સુનિલભાઈ પ્રજપતિનું તેમજ પ્લાઝમના ધોરણ 9 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન સમારંભ પ્લાઝમા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ્લાઝમના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વર્ષ 2023માં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં નિટની પરીક્ષામાં પ્રથમ આવનાર સ્મિત પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. પંચમહાલ, દાહોદ, મહીસાગર આ ત્રણેય જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે બોહોળી પ્રસિધ્ધિ ધરાવતી પ્લાઝમા ઇન્સ્ટિટયૂટમાં આજરોજ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ગોધરા ખાતે આવેલા શાળાના વિશાળ મેદાનમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી રોનકભાઈ પ્રજાપતિ, પંકજભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ તેમજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાકીય કસોટીની અંદર અવ્વલ આવનાર વિદ્યાર્થીઓનું હોસલો વધારવા તેમજ અન્ય વિદ્યાર્થીઓને ઉત્સાહ મળી રહે તે હેતુથી આજરોજ નિટમાં પ્રથમ આવેલ સ્મિત પ્રજાપતિ સહિત શાળાના અન્ય ચાલુ વર્ષે અભ્યાસ કરતા 100 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થઈ પોતાના શિક્ષણમાં આગળ વધે તેવા ધ્યેય સાથે આ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં નિટમાં પ્રથમ આવનાર સ્મિત પ્રજાપતિએ પોતે કઈ રીતે આ સોપાન સર કર્યું તે અંગેનું માર્ગદર્શન પણ ચાલુ વર્ષે અભ્યાસ વિદ્યાર્થીઓને પૂરૂં પાડ્યું હતું.