
- કેટલાક વેપારીઓ દ્વારા હલ્કી સામગ્રી વાપરીને દિવસો સુધી એકસપાઈરી ડેટનો માલ વેચાણ થવાની સંભાવનાઓ.
- માવો, તેલ, બેસન તથા અન્ય સામગ્રીના અત્યારથી નમૂના લેવાય તે જરી.
- અત્યારથી વપરાશનો સમયમર્યાદા લખવામાં નહીંં આવતાની બૂમ.
- જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ ઊંચા ભાવે વેચાણની મોનોપોલી.
- મોટાભાગનો માવો જીલ્લા અને રાજ્ય બહારથી આવતા તપાસ થવી અનિવાર્ય.
- પર્વોમાં ગુણવત્તાયુકત અને આરોગ્યપ્રદ ફરસાણ-મીઠાઈ મળે તે જવાબદારી તંત્રની.
- સ્થાનિક પાલિકા તંત્ર અને જીલ્લા ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા વેપારીઓને તાકીદ થાય.
- દિવાળી પર્વ પૂર્વે ફરસાણ-મીઠાઈ બનાવવાનો ધમધમાટ
ગોધરા,
દિવાળીના તહેવાર નજીક હોઈ પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લામાં આવેલી અનેક દુકાનો દ્વારા એડાવન્સમાં મીઠાઈ-ફરસાણ બનાવવાની રાત દિવસ તૈયારી કરી રહ્યા છે. ત્યારે વપરાતો માવો, તેલ તથા અન્ય સામગ્રી ગુણવત્તાયુકત સમય મર્યાદા લખવી અને ભાવ નિયંત્રણમાં રહે તે બાબતે સતત વોચ રાખવાની તંત્ર પાસે લોકો અપેક્ષા સેવી રહ્યા છે.
હિન્દુ તહેવારોનો મુખ્ય ગણાતો દિવાળી પર્વ ટાણે પરંપરા મુજબ ઘરના પરિવારજનો તથા સગાસંબધીઓ મિત્રોને મિલન -મુલાકાત ટાણે મીઠાઈ અને ફરસાણથી આવકારનો રિવાજ છે. ત્યારે નજીકના દિવસોમાં દિવાળી પર્વની સાથે નજીકના દિવસોમાં દિવાળી પર્વની સાથે અઠવાડિયા સુધી પર્વોની વણઝાર આવનાર છે. અને આ દિવસોમાં અનુલક્ષીને ફરસાણ અને મીઠાઈની ધૂમ ખરીદી થનાર છે. આ મીઠાઈ અને ફરસાણના જથ્થાને પહોંચી વળવા અત્યારથી પંચમહાલ-દાહોદ અને મહિસાગર જીલ્લાની વિવિધ દુકાનદારો દ્વારા રાત-દિવસ વ્યંજનો સાથે આઈટમ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.
આ પર્વમાં જથ્થા બંધ ફરસાણ અને મીઠાઈ બનાવવા માટે વેપારીઓ દ્વારા માવો-તેલ-બેસન તથા અન્ય વપરાશની સામગ્રી એકસપાયરી કેજે ગુણવત્તાવિહિન અને ડુપ્લીકેટ ખરીદી કરવામાં આવે છે. પરંતુ સસ્તી મળતી આ વસ્તુઓ ખરીદીને ફરસાણ અને મીઠાઈમાં વપરાશ કરીને દિવસો સુધી વેચાણ કરવાનો વેપારીઓ કિમિયો અજમાવતા હોય છે. દર વર્ષે પંચમહાલ-દાહોદ-મહિસાગર જીલ્લાના ફરસાણ વેપારીઓ દ્વારા આજ પ્રકારે બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચવા જાણે હોડ જામીને ઉંચા ભાવે વેચીને લોકો સાથે આરોગ્યના ચેડાં કરાતા હોવાની બૂમો વચ્ચે સરકાર દ્વારા નિયત કરાયેલ ભાવ કરતા બમણા રાખીને ગ્રાહકો સાથે ઉધાડી ચોંક લુંટ ચલાવાતી હોવાની પણ અનેક ફરિયાદો ઊઠી રહી છે.
એક તરફ કોરોના વૈશ્ર્વિક મહામારી અને બીજી તરફ આવનાર તહેવારોમાં લોકોના સ્વાસ્થ્યને અસર ન પડે તેવા ઉમદા હેતુસર લોકો માંગ કરી રહ્યા છે કે, પંચમહાલ-દાહોદ અને મહિસાગરના જિલ્લામાં મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવામાં વપરાતો માવો મોટા પ્રમાણમાં જિલ્લા બહારથી આવે છે. તહેવારોના સમયમાં મીઠાઈ બનાવામાં માવાનો ઉપયોગ વિશેષ છે. ભુતકાળમાં પણ મીઠાઈમાં બનાવટી માવાનો ઉપયોગ થતો હોવાની વિહતો બહાર આવી હતી. માનવીના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવાવમાં આવે તે અત્યંત જરૂરીય બની રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પણ આદેશો કરી દેવામાં આવ્યા છે કે, મીઠાઈના પેકેટો પર મીઠાઈનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાશે મતલબ કે મીઠાઈના પેકેટો ઉપર પણ હવે એક્સપાઈરી ડેપ કમ્પલસરી કરી દેવામાં આવી છે. આ તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તે આવશ્યક બની રહ્યું છે. આ જિલ્લામાં મીઠાઈની દુકાનોમાં હવે પાલિકા તંત્ર તેમજ જિલ્લા ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે અંત્યર જરૂરી છે. દિવાળીના માહોલ વચ્ચે મીઠાઈના વેપારીઓ એક્ટીવ બન્યા છે. ત્યારે સાંભળવા એ પણ મળી રહ્યું છે કે, ઠલવાતો માવાનો વિપુલ પ્રમાણમાં જથ્થો મધ્યપ્રદેશના રતલામમાંથી કે ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવસોથી આવેલો જથ્થો સંંગ્રહ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને આ માવાના જથ્થામાં બનાવટી માવો પણ આ દિવસોમાં વધારે પ્રમાણમાં આવતો હોય છે. આવા માવાની પણ તપાસ હાથ ધરવામાં આવે અને આ માવાનો જથ્થો કેવી રીતે અને ક્યાંથી આવે છે? તે તરફ પણ તપાસ હાથ ધરવામાં આવે તે આજના સમયની માંગ છે.
અગાઉ કોરોનાના સંક્રમણના કારણે પણ કેટલીક દુકાનોમાં જથ્થાબંધ ગૃહઉદ્યોગ પાસે પડેલી સામગ્રી પણ આજકાલ વેચાણ અર્થે પધરાવી દેવાની પેરવી કરાઈ રહયાની ચર્ચાઓ સાંભળવા મળી રહ્યું છે. ત્યારે ત્રણેય જીલ્લામાં સ્થાનિક પાલિકા તંત્ર તથા જીલ્લા ફ્રુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા સતત ચેકીંગ કરીને વપરાયેલી માલનો નમૂના અર્થે લેવામાં આવે તે જરી બન્યું છે. આ માટે સંયુકત ટીમ રચીને આ મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓને ત્યાં સતત નજર રાખીને નમૂના લેવા સાથે તાકિદ કરવામાં આવશે તેા જ દિવાળી ટાણે ત્રણ જીલ્લાની પ્રજાને સ્વાસ્થય યુકત અને આરોગ્યપ્રદ મીઠાઇ અને ફરસાણ પ્રાપ્ત થશે. અન્યથા માત્ર દેખાવા ખાતર નમૂના લઈને સહી સલામતની બાંગો તંત્ર પોકારશે ?