પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૩૦ કેસ નોંધાયા,

  • ૫૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
  • જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૨૬૮ થઈ
  • કુલ કેસનો આંક ૧૯૧૩ થયો,

ગોધરા,

        પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૩૦ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૯૧૩એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૯ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૧ કેસ મળી આવ્યા છે.

ગોધરા શહેરમાંથી ૦૮, હાલોલમાંથી ૦૭ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૭૬૮ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૪, હાલોલ ગ્રામ્યમાંથી ૦૪, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી ૦૧, કાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને શહેરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે.  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૩૯૪ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૫૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૩૭૦  થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૬૮  થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.  

પોઝીટીવ આવેલની નામ યાદી