પંચમહાલ કોંગ્રેસ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષાના પેપર લીક થતા દોષિતો સામે કાર્યવાહી માટે કલકેટરને આવેદન

ગોધરા,

જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લિંક થવા મામલે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મામલે દોષિતો સામે કડક કડકમાં સજા થાય તે માટે રાજયના રાજ્યપાલને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.

તાજેતરમાં જ સમગ્ર રાજયમાં જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાના પેપર લિંક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જેને કારણે નવ લાખ ઉપરાંત પરીક્ષાર્થીઓ અને તેમના ગરીબ મધ્યમ વર્ગના પરિવારજન ઉપર બિનજરૂરી આર્થિક નુકસાન થતાં તેમજ પરીક્ષાર્થીઓની લાંબા સમયની તૈયારીઓ, ખરીદેલા પુસ્તકો, અભ્યાસ તમામ બાબતો પર પૂર્ણવિરામ લાગતા આવા પરીક્ષાર્થીઓ તેમજ તેમના પરિવારજનોમાં ભારે નિરાશા,આક્રોશ અને નારાજગી વ્યાપી જવા પામેલ છે. ત્યારે રાજ્યમાં પાછલા ઘણા વર્ષોથી પેપર લિંક થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે યુવા બેરોજગારોનો સરકાર ઉપર વિશ્વાસ કે ભરોસો રહ્યો નથી. ત્યારે ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પેપર ફૂટવાની ઘટનાઓમાં સખત વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરી મુખ્ય આરોપીઓને સખતમાં સખત સજા થવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન સાથે રાજ્યપાલને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવેલ હતું. જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, ગોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ સિદ્ધિભાઈ ચલાલી વાળા, પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરીવાલા, યુવા કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ, લઘુમતી જિલ્લા પ્રમુખ ઈમ્તિયાઝ સુજેલા, તાલુકા પ્રમુખ આર.એન. પટેલ, કોંગ્રેસ અગ્રણી અનીશ બારીયા, દુષ્યંતસિંહ ચૌહાણ, અશોક ઉપાધ્યાય, ભૂપેન્દ્રસિંહ ખેર, કિરણભાઈ પરમાર, આબિદ શેખ, રૂલ અમીન મેદા અહેમદ ભોભા, ચિરાગ કવર રાહુલ સહિત આગેવાનો કાર્યકરો હોદ્દેદારો વગેરે જોડાયા હતા.