ગોધરા,
પંચમહાલ જીલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે છેલ્લી ધડી સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નહિ કરતાં કોંગ્રેસી કાર્યકરોમાંં ઉત્સુકતા વધી રહી હતી. ત્યારે કોંગે્રસ પાર્ટી દ્વારા ૩૭ ઉમેદવારોની છેલ્લી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગોધરા, શહેરા, કાલોલ, હાલોલ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લાની ગોધરા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા રશ્મિતાબેન દુષ્યંંતભાઈ ચૌહાણને ટીકીટ ફાળવવામાં આવી છે. કાલોલ બેઠક માટે પ્રભાતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હાલોલ બેઠક માટે રાજેન્દ્ર પટેલને કોંગે્રસના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે શહેરા બેઠક ઉપર ખાતુભાઈ ગુલાબસિંહ પગીને કોંગે્રસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગોધરા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો અંગે અનેક અટકળો વચ્ચે મહિલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવતાં કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આવતી કાલે હાલોલ, શહેરા અને ગોધરાના કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરશે. અંતિમ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યની ૩૭ બેઠકો ઉપર ઉમેદવારી જાહેરાત નહિ કરતાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સુકતા વધતી જતી હતી. તેની યાદી જાહેર કરવામાંં આવી છે. ઉમેદવારોની જાહેરાત બાદ કઈ બેઠકો માટે ઉમેદવારો સામે વિરોધ જોવા મળે છે. તે જોવું રહ્યું.