
ગોધરા,
ગોધરા શહેરમાં પંચમહાલ જીલ્લા માયનોરેટી વિભાગ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂંક પત્ર એનાયત કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના માયનોરેટી ચેરમેન વજીરખાન પઠાણ સહિત કાર્યકારી ચેરમેન ઈમ્તિયાઝ અલી કાદરી, ચિરાગ શેખ સહિત ગોધરાના ગોધરાના પાલીકા સભ્યો અને સામાજીક કાર્યકર એવા અનસભાઈ અંધી હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શહેરાથી ઈકબાલ પોચા પોતાના કાર્યકરો સાથે હાજર રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ કાલોલ, બાસ્કા, હાલોલ, મોરવા(હડફ)થઈ પણ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં હાજર વજીરખાન પઠાણે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં સૌ એક સાથે રહી કામ કરી કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતી સાથે જીતાડી વિધાનસભામાં મોકલે એવુ આહવાન કર્યુ હતું. સાથેજ અને વક્તાઓએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસના હાથને મજબુત કરવા માટે કાર્યકરોને સૂર પુરયું હતું.
કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લાના પ્રમુખ અજીત ભટ્ટી સહિત રફીક તીજોરીવાલા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગોધરાના યુવા અગ્રણી અને સામાજીક કાર્યકર એવા અનસભાઈ અંધીએ ગોધરા વિધાનસભાની બેઠક લધુમતિ સમાજને ફાળવ્વામાં આવે એવી વાત મુકી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,પંચમહાલની દરેક બેઠક પર લધુમતિ સમાજ અને એમાંય ખાસ મુસ્લિમ સમુદાય કોંગ્રેસના ઉમેદવારને ખુલ્લા મને અને ખુલ્લા હાથે મત આપીને મદદ કરે છે. ત્યારે આવી સ્થિતીમાં ગોધરાના મુસ્લિમ અને લધુમતિ બહુલ વિસ્તાર હોવાથી લધુમતીને ટીકીટ આપવામાં આવે એવી વાત મુકી હતી. સાથે જ ગોધરાના ડો. હાશીમ પટેલે પણ ગોધરાની બેઠક પર ઉમેદવાર બદલાય અને અને લધુમતિ સમાજને ટીકીટ ફળવાય એવી વાત કરી હતી.
જ્યારે કાર્યક્રમના મુખ્ય આયોજનકર્તા અને પંચમહાલ જીલ્લા કોંગ્રેસના માયનોરેટી વિભાગના ચેરમેન એવા ઈમ્તિયાઝભાઈ સુજેલાએ કાર્યક્રમમાં હાજર તમામ મહેમાન નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથેજ પંચમહાલમાં કોંગ્રેસને મજબુત કરવાની નેમ લીધી હતી.