પંચમહાલ ભાજપા પ્રમુખ પદના 39 દાવેદારોએ આજે કમલમ ખાતે ફોર્મ જમા કરાશે ભાજપા દ્વારા તાજેતરમાં પંચમહાલના તાલુકા અને નગર મંડલના પ્રમુખની નિમણુંક કરવા નિયમો બનાવ્યા હતા. જેમાં યુવા, બે વખત સક્રીય સભ્ય અને 40 વર્ષથી નીચેના હોવાના નિયમ મુજબ મંડલ પ્રમુખની નિમણુ઼ક કરી હતી. ત્યારે હવે ભાજપા દ્વારા પંચમહાલ ભાજપ પ્રમુખપદ માટેની નિમણુ઼કની પ્રક્રીયા સાથે નવા નિયમો બનાવ્યા છે. નવા નિયમોમાં પ્રમુખપદની દાવેદારી કરનાર વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. જિલ્લા પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જિલ્લા કે પ્રદેશ સ્તરે જિલ્લા કે પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવું જોઈએ.
પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. જિલ્લા પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં સહીતના નિયમો બનાવ્યા છે. ભાજપા સંગઠન પર્વ અંતર્ગત નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા માટે ઈચ્છુક કાર્યકર્તાએ ગોધરા કમલમ ખાતે આજે સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી ફોર્મ મેળવવાની તેમજ ભરેલા ફોર્મ રજૂ કાર્ય છે.
પંચમહાલ જિલ્લામાં ચાર મહિલા ઉમેદવારોએ પણ જિલ્લા ભાજપ પ્રમુખ માટે પોતાની દાવેદારી નોંધાવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ માટે સૌથી વધુ દાવેદારો ગોધરા વિધાનસભા મત વિસ્તારમાંથી નોંધાયા છે.ત્યારે ગોધરા વિધાનસભા માંથી 21, કાલોલ વિધાનસભામાંથી 4, શહેરા વિધાનસભામાંથી 4, હાલોલ વિધાનસભામાંથી 3 અને મોરવા હડફ વિધાનસભામાંથી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.