પંચમહાલ તેમજ દાહોદ જીલ્લાના ગ્રાહકોને છેતરાતા બચાવવા કોણ આગળ આવશે ?

  • વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી દર વર્ષ થાય છે પણ ગ્રાહકોના હકકો મળતા જ નથી.

દે.બારીઆ,
આપણા મહાન દેશ ભારતમાં ૧૫મી માર્ચના દિવસે વિશ્ર્વ ગ્રાહક અધિકારી દિવસની ઉજવણી થવામાં આવતી હોય છે. તાલુકા તેમજ જીલ્લાકક્ષા એ અનેક ખાલી નામના દેખાવ ખાતર ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ઊભી કરી છે. આ ગ્રાહક સુરક્ષા નામના ખાદી ધાઢીઓ સભ્યો શોભાના ગાંંઠીયા સમાન છે. ગ્રાહકોનું કોઈ હિત સોલ કરતા નથી. માનપાન મળે તે જોતા હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ૧૯૫૩ના વર્ષમાં યુ.એસ.એસ.માં ગ્રાહક સુરક્ષાનું અમલીકરણ થયંું હતું. આમ ૯/૪/૧૯૮૫માં યુનાઈટેડ નેશનલ કસ્ટમર ક્ધઝયુમર ગાઈડ લાઈન બહાર પાડી જેથી તે દેશમાં ગ્રાહક સુરક્ષા ધારાનો અમલ ન હતો તે દેશોને યુ.એસ.એસ.નું અનુકરણ કરવા પ્રેરીણ કરવા ઉપર ભાર મુકયો જેથી આપણા દેશમાં ૨૪મી ડીસેમ્બર ૧૯૮૬ ગ્રાહકોની સુરક્ષાનો પ્રસ્તાવ કરતો ઘારો અમલમાં મુકયો અને ત્યારબાદ ધીરેધીરે તેનું વિસ્તરણ કરી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ રાષ્ટ્રીય ગ્રાહક કમિશન તેમજ જીલ્લા ગ્રાહક ફોરમ રચયા હતા. જેનો લાભ ગણ્યા ગાંઠીયા ગ્રાહકોને જ મળ્યો હશે પરંતુ મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ તેમજ આદીવાસીઓ સુધી ગ્રાહક સુરક્ષાનો લાભ શું છે ? કયાંથી અને કેવી રીતે લેવો તે કોઈ જ જાણતું હશે એવા અનેક ઉદાહરણો હશે સૌ પ્રથમ તો તમને જણાવું તો ચોકીના જતા જે ગ્રાહક સુરક્ષાની બેઠકમાં બોલાવાતા હોય છે. એવા તાલુકા, મામલતદાર ઓફિસના તાબા હેઠળ જે સરકાર માન્ય વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો આવેલી છે. તેમાં અનાજ જે સરકારી અનાજ ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાનોમા સપ્લાય થાય છે. તે કટ્ટાઓમાં ગોડાઉન માંથી ઓછું અપાય છે. જેથી લાભાર્થીઓને ઓછું આપતા દુકાનદારો ખચકાતા નથી. અમને જ ગોડાઉન માંથી ઓછું મળે છે તો અમે શંું કરીએ ગરી ગ્રાહકો પાસે થી પૈસા પૂરતા લેવામાં આવે છે. કેરોસીન તેા દેખવા મળતું નથી. બારોબાર કાળાબજાર થઈ જાય છે. પાંચ લીટરના ૨૫૦ અથવા ૨૦૦ રૂપીયામાં વેચાણ થાય છે. તેના હપ્તા પહોંચી જતા હોય છે.

આજ પ્રમાણે ફરસાણની દુકાનોવાળા કોઈ પણ પ્રકારનો ફરસાણ લો તો અથવા મીઠાઈ લો તો પણ કોઈ જ પ્રકારના બીલ આપતા નથી અને ચવાણું લો, પાપડી લો, સેવ લો, ખમણ લો દરેક પ્રકારન ફરસાણના રૂ.૨૦૦/-ના એક કિલો ભાવ લેવાતો હોય છે. આ દરેક વસ્તુ બેસનથી બને છે. તો ચણાદાળનો ભાવ ઓછો થાય તો પણ ભાવ એક જ સરખો લેવાતો હોય છે. તમે ૨૦૦ અથવા ૫૦૦ ની ખરીદી કરો તો પણ કોઈ કાચૂં અથવા પાકું બીલ આપવામાં આવતું નથી. આપણા રાજ્યની તિજોરીને જીએસટી તેમજ પાકુ બીલ ના આપી લાખ્ખોની કર ચોરી સરકારી બાબુઓના નાક તળે સરકારી તિજોરીના સૂપઠા સાફ જાય છે. કર વિભાગમાં કર્મીઓ કયા છે અને કયારે પોતાના ખિસ્સા ગરમ કરી જતા રહે છે. કોઈને પણ ખબર મળતી નથી તેમજ પત્રકારોને પણ ગંધ ના આવે એવા બીલ્લી પગે આવી જતા રહે છે. આજ પ્રમાણે દાહોદ તેમજ પંચમહાલ જીલ્લામાં દવાની દુકાનોથી લઈ સીમેન્ટના સળીયાના વેપારીઓ જીએસટી અને અન્ય કરની ચોરી કરતા હોય છે. તેમને પૂછવાવાળું કોઈ નથી. આખા દિવસમાં પાંચ-દશ બીલ દેખાય પૂરતા બતાવીને આખો દિવસ કર ચોરીના બીલો વગર સામન વેચાણ થાય છે.

તાલુકા લેવલે અને જીલ્લામાં ગ્રાહકો ફોરમ છે. તેમ છતાં જે પ્રમાણે ગ્રાહકોના હકકો મેળવવાના હકક છે. તે મુજબ હકક મળતા નથી. જેથી તેમના અધીકારો શું છે તે ગ્રાહકો જાણતા નથી. તાલુકા કસ્ટમર ક્ધઝયુમર તેમજ તાલુકા ફોરમ આગળ આવે જે અહીંયા આદિવાસીઓ છે. તેમના અધીકાર પ્રત્યે અજાણ છે. બજારમાં વેચાણ થતી વસ્તુ અનાજ કરીયાણાથી માંડી દવા જેવી અગત્યની ચીજ વસ્તુઓના બીલ એકસપાઈડેટ લખેલા કંપની ઉત્૫ાદનની તારીખ બીલો આપવા માટે દવાની દુકાનોના માલીકોને તંત્ર દ્વારા તાકીદે આદેશ જારી કરવા અને જો બીલોના આપે તો તેમના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાઈ કરવાની રહી તેમજ સાથે ગ્રાહકોમાં બીલ લેવાની જાગૃતા કેળવવાની પ્રચાર પ્રસાર કરવામાં આવે અને જો દુકાનદાર કોઈપણ જાતનું બીલ આપવા અથવા આનાકાની કરતે તેની દુકાનનું લાયસન્સ રદ કરવાનો પ્રાવધાન કરવો કાયદો અમલમાું મુકે જેથી ગામડાઓના અશિક્ષિત અને અભણ જનતા છેતરાય જાય છે તે માટેની જાગૃતિ કેળવવાની નાગરિક સંસ્થા અને ફૂ્રડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તમામ સરકારી તંત્ર ભેગા મળી ગ્રાહકોના હકકોના અમલ માટે તાકીદે આદેશ કરી ખાસ ઓનલાઈન વેચાણમાં ઘણી આમ જનતા છેતરાય છે. કસ્ટમ ફોન ઉપર વસ્તુ ઘરે બેઠા વસ્તુ આવી જાય છે. પરંતુ વસ્તુ ખાત્રી અને ખામી યુકત હોય છે. અને ગ્રાહકોને ફોન કરો આ ફોન ઉપર ફોન કરો જયાં ફોન કરો, કરતા લે ભાગું કંપનીઓ ટાઈમ વેડફી નાખે છે.