પંચમહાલ અને દાહોદ જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલા સામાજીક દૂષણો પર કાયદાકીય અંકુશ લગાવવાની માંગ સાથે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના દ્વારા જીલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર

ગોધરા,ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ ગુજરાત મલ્ટી પ્લસ હોસ્પિટલ પાસે રીલાયન્સ જીઓના ટાવરમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. જ્યારે આગના બનાવને લઈને ગોધરા ફાયર બ્રિગેડ ના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો.

ગોધરા શહેરના ભરચક વિસ્તારમાં આવેલા બામરોલી રોડ ગુજરાત મલ્ટી પ્લસ હોસ્પિટલ પાસે પર આવેલા રિલાયન્સના જીયો ટાવરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેના કારણે આજુબાજુ લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાબડતોડ ઘટના સ્થળ ઉપર આવી આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો. ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલા ગુજરાત મલ્ટી પ્લસ હોસ્પિટલ પાસે પર આવેલા રિલાયન્સ ના જીયો ટાવરમાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.