પંંચમહાલ એલસીબી પોલીસે એ ડીવીઝનના ચોરીના ગુનાના તેમજ રાજગઢ પોલીસ મથક પ્રોહિબીશન ગુનાના વોન્ટેડને ઝડપી પાડયા

ગોધરા, પંચમહાલ એલ.સી.બી. પોલીસે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનાના વોન્ટેડ અને રાજગઢ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાના વોન્ટેડ મળી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સંજય હરીશચંદ્ર નાગવાણી (રહે. સાંઈદીપ સોસાયટી, વારસીયા રોડ, વડોદરા) અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, આરોપી તેના ધરે હાજર છે. તેવી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.

જ્યારે એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, રાજગઢ પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાનો આરોપી પંકજભાઇ રાયજીભાઇ રાઠવા (રહે. ગોદલી નવા ફળીયા, ધોધંબા) નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, તેના ધરે હાજર છે. તેવી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.