શહેરાના પાનમ ડેમ પાસે આવેલ જી.ઇ.બી પાવર હાઉસ ના કમ્પાઉન્ડમાં માથાના પાછળના ભાગે ઇજા થયેલ વ્યક્તિની લાશ મળી આવી હતી.પોલીસ તપાસમાં જિલ્લા એ.સી.બી.કચેરીમાં એટેચ તરીકે ફરજ બજાવતા અને બોરીઆ ગામના ભુરીયા ની મુવાડી ખાતે રહેતા કિશન ભુરીયાની લાશ હોવાનુ જાણવા મળ્યુ હતુ.આ મામલે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવવા સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા ના પાનમ ડેમ પાસે આવેલ જી.ઇ.બી. પાવર હાઉસ ના કમ્પાઉન્ડમાં સવારના નવ વાગ્યાની આસપાસ કોઈ માણસ પડવાનો અવાજ આવતા ત્યા હાજર વોચમેન સહિતનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. દિવાલ પાસે પડેલ વ્યક્તિને શરીર ના માથાના ભાગે ગંભીર ઇજા થવા સાથે પગ વળી ગયેલ હતા. આ બનેલા બનાવની જાણ પોલિસને કરવામાં આવતા બનાવ સ્થળ ખાતે પોલીસ પહોંચી જઈને તપાસ કરતા જીલ્લા એ.સી.બી.કચેરીમાં એટેચ તરીકે ફરજ બજાવતા અને બોરીઆ ગામના ભુરીયા ની મુવાડી ખાતે રહેતા કિશન ભુરીયા નામના વ્યક્તિ હોવાનું બહાર આવતા તેમના પરીવારજનોને જાણ કરવામાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરીવારજનો દ્વારા ખાનગી વાહનમાં માથાના ભાગે ઇજા થયેલ કિશન ભુરીયા ને શહેરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ત્યાં હાજર ડોક્ટર દ્વારા કિશન ભુરીયા ને મરણ ગયેલ જણાવતા પરીવારજનો ના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.પોલીસ મથક ખાતે આ મામલે મૃતકના ભાઈ એ ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે મરણ ગયેલ કિશન ભુરીયા સવારના 6વાગ્યે પોતાના ઘરે નોકરી પર જાઉં છું તેમ કહીને નીકળ્યાં હતા અને તેઓ પાનમ ડેમ ખાતે કેમ આવ્યા હશે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન બની ગયો હોય ત્યારે પોલીસ તપાસમાં અને પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત શું હશે તે બહાર આવી શકશે તેમ છે. હાલ તો પોલીસ કર્મી નું મોત થતા પોલીસ પરીવારમાં પણ શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
.પંચમહાલ એ.સી.બી માં ફરજ બજાવતા 47 વર્ષીય આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરનું પડી જવાથી તેઓના વતન નજીકના કોઠા ગામમાં આવેલી એમ.જી.વી.સી.એલ પાવર હાઉસ ની કમ્પાઉન્ડમાં મોત થયુ હતુ,રવિવારે તેઓ તેમના મોટા ભાઈના ઘરેથી સવારે 6 વાગ્યે ગોધરા નોકરીએ જવાનું કહી નીકળ્યા હતા…
પાવરહાઉસ ની કમ્પાઉન્ડ માં દીવાલની જોડે કિશન ભાઇ પડેલા હતા અને માથામાં વાગવાથી લોહી નીકળતું હતું જ્યારે કે બંને પગ વળી ગયેલા હતા આથી ત્યાં ફરજ બજાવતા વોચમેન ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે કોઈના પડવાનો અવાજ આવતા અહીં આઈ ને જોતા કિશનભાઈ પડેલા હતા અન્ય લોકો પણ આસપાસમાંથી દોડી આવ્યા હતા અને કિશનભાઈ ને હલાવી જોતા તે ન હાલતા તાત્કાલિક ખાનગી વાહનમાં શહેરા સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત ઘોષિત કર્યા હતા