ગોધરા, 13 ડીસેમ્બર 2001ની ઠીક 22મી વરસીએ લોકસભામાં “સ્મોક એટેક”ની ઘટના બની. આથી વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો મામલો ઉગ્ર સ્વરૂપે ઉઠાવ્યો છે જોકે વિપક્ષની આ ભૂમિકા પણ છે પરંતુ કમનસીબી એ છે કે કેન્દ્રની ભાજપ સરકાર આ મુદ્દે વધું ઘેરાય તેવા સંજોગો ઉભા થાય તે પહેલાં જ ઘટનાની તપાસ કરવાની માંગણી સાથે વિરોધ કરી રહેલા બંને સંસદીય ગૃહોના સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેથી વિપક્ષી સાંસદોના અબાધિત હક્કોનું રક્ષણ થાય, લોકશાહી સરકારમાં લોકોનો અવાજ સંસદમાં બની રહે તેથી સસ્પેન્ડ કરાયેલા સભ્યોને સંસદીય કાર્યવાહીમાં ભાગ લેવા સસ્પેન્ડ નો નિર્ણય રદ કરવાની માંગ સાથે આજ રોજ રાષ્ટ્રપતિને સંબોધીને જીલ્લા કલેકટર મારફતે આમ આદમી પાર્ટી પંચમહાલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ પંચમહાલ જીલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું છે.
જીલ્લા પ્રમુખે વધું જણાવ્યું છે કે, આ ઘટના સંદર્ભે ભાજપ વધું ઘેરાય રહી છે કારણ કે, મૈસુરથી ભાજપના સાંસદ પ્રતાપસિંહ સિંહા દ્વારા અપાયેલા વિઝિટર્સ પાસ મારફતે બંને ઘૂસણખોર સંસદભવનમાં આવ્યા હતા. તેના કારણે આ અંગેનું રહસ્ય ઘેરૂં બન્યું છે. અમેરીકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરૂવતપંતસિંહ પન્નુએ 13 ડિસેમ્બર પહેલાં સંસદ ભવન પર હુમલાની ધમકીઓ આપતો વિડિયો જાહેર કર્યો હતો. ત્યારે આ ઘટના દેશ માટે ચિંતાજનક છે. ત્યારે ભાજપના સાંસદે લુલો બચાવ કરતાં જણાવ્યું છે કે, પોતાના મતવિસ્તારના લોકો માટે વિઝિટર્સ પાસ આપવો એ ગુનો નથી. ત્યારે સાંસદને કહેવાનું કે, પોતાના મતવિસ્તારમાં થતી અયોગ્ય, ઘેર કાનૂની ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ તેમજ એક ઘૂસનખોર મનોરંજન ડી સિવાયના અન્ય તો લખનૌ, હરિયાણા અને મહારાષ્ટ્રના સામે આવ્યા છે આ બધાને વિઝિટર્સ પાસ કેવી રીતે આપ્યા? તે ગંભીર સવાલો છે તેનો જવાબ દેશના ગૃહમંત્રીએ આપવો જોઈએ તેવી વિપક્ષોની માંગ દબાવી દેવામાં આવી રહી છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તે ન્યાયોચિત નથી એવું દિનેશ બારીઆ દ્વારા જણાવાયું છે.
આજ રોજ પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મેહબૂબ બક્કર, પ્રદેશ માઇનોરોટી ઉપપ્રમુખ, પિયુષભાઈ પરમાર પ્રદેશ RTI wing ઉપાધ્યક્ષ, આસિફ બક્કર જીલ્લા મહામંત્રી, આશિષ કામદાર જીલ્લા યુવા પ્રમુખ, અમીન ગુરજી માઈનોરીટી જીલ્લા પ્રમુખ, લિયાકત પઠાણ ગોધરા શહેર માઈનોરીટી પ્રમુખ, મનોજભાઈ જોશી, જીલ્લા સહકાર સમિતિ પ્રમુખ સહિતના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.