ગોધરા, પંચમહાલ લોકસભા ચુંટણીનુ મતદાન 7મેના રોજ યોજાવાનુ છે ત્યારે અગાઉ વર્ષ-2014માં લોકસભામાં 63.31 ટકા અને વર્ષ-2019ની લોકસભામાં 66.15 ટકા મતદાન થયુ હતુ. આ બંને ચુંટણીમાં પુરૂષો કરતા મહિલાઓનુ મતદાન 5 ટકા ઓછુ હતુ જેથી આવનારી લોકસભાની ચુંટણીમાં મતદાન વધે તે માટે ચુંટણી અધિકારી દ્વારા ખરીદી પર ડિસ્કાઉન્ટ સહિતના આયોજન કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં થયેલ પંચમહાલની 5 વિધાનસભાની ચુંટણીના મતદાનના આંકડાના આધારે મતદાન ઓછા થવાના કારણો મહિલાઓના ઓછા મતદાન થયેલ બુથ તથા 50 ટકા કરતા ઓછા મતદાન થયેલ બુથ શોધીને આવા બુથ પર મહિલાઓ તથા બુથનુ મતદાન વધારવાના આયોજન કર્યુ છે. પંચમહાલ વિધાનસભાની ચુંટણીમાં 5 બેઠકના કુલ બુથમાંથી 42 બુથ એવા મળી આવ્યા છે જેમાં મતદાન 50 ટકા કરતા ઓછુ છે. જયારે વર્ષ-2022ની વિધાનસભાની ચુંટણીમાં 153 બુથ એવા મળી આવ્યા છે જેમાં મહિલાઓનુ મતદાન ઓછુ છે આવા બુથ પર મહિલાઓના ઓવા મતદાનને વધારવાના કારણે શોધીને સખી મંડળ, શિક્ષકો, નાટકો કરી, મહિલાઓને મતદાન કરવાનુ સમજાવીને 7મે એ અચુક મતદાન કરવાની જાગૃતિના પ્રયાસો હાથ ધર્યા છે.