- એમ એન્ડ મહેતા હાઈસ્કુલ ખાતે જીલ્લા કલેકટર શિક્ષણાધિકારી અને જીલ્લા શિક્ષણ ચેરમેન દ્વારા વિદ્યાર્થીઓનુંં સ્વાગત કરાયું.
ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત ગોધરા ખાતે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાના પ્રારંભ થયો હતો. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભયતા પૂર્વક પરીક્ષા આપી શકે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપર સમયે એમ એન્ડ એમ મહેતા હાઈસ્કુલ ગોધરાના પરીક્ષા કેન્દ્ર ઉપર જીલ્લા કલેકટર, જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેને હાજર રહીને વિદ્યાર્થીઓને આવકારી ગુલાબનું ફુલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છા આપી હતી.
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં આજ થી શરૂ થયેલ ધો.10 અને ધો.12ના બોર્ડની પરીક્ષામાં પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર ખાતે મુકવા માટે ઉમટી પડયા હતા. ધો.10ની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને મુકવા આવેલ વાલીઓ ભયમુકત રીતે પરીક્ષા આપવા હિંમત આપતા જોવા મળ્યા હતા. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સરળતાથી પોતાની બેઠક વ્યવસ્થા શોધી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. PATA એપ્લીકેશન દ્વારા બોર્ડના પ્રશ્ર્નપત્રો ઝોનલ કચેરીથી પરીક્ષા ખંડ સુધી પહોંચે ત્યાં સુધી ટ્રેકિગ કરવામાં આવી. તેમજ પરીક્ષા ખંડમાં ખંંડ નિરીક્ષકોને ડ્રો સિસ્ટમ આધારે પરીક્ષા ખંડમાં મોકલવામાં આવ્યા હતા.