ગોધરા, પંચમહાલ લોકસભા બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારએ બીજેપીને ટેકો જાહેર કરવા માટે જીલ્લા ચુંંટણી અધિકારી અને જીલ્લા કલેકટર સમક્ષ ભાજપના નેતાઓની હાજરીમાં બહુજન સમાજ પાર્ટીના શૈલેષ ઠાકરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું.
લોકસભા ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય ત્યારે પંચમહાલ લોકસભા બેઠક ઉપરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરે પોતાની ઉમેદવારી કરી હતી. બીએસપી માંથી ઉમેદવારી કરનાર શૈલેષ ઠાકરે ભાજપના નેતાઓ જેઠાભાઇ ભરવાડ અને સી.કે.રાઉલજી સહિતના નેતાઓએ બેઠક યોજી હતી. સમજાવટ બાદ પોતાનુંં ઉમેદવારી ફોર્મ પરત ખેંંચવાનું મન બનાવ્યું હતું અને સોમવાર 22 એપ્રિલના રોજ ભાજપના નેતાઓની હાજરીમાં પંચમહાલ જીલ્લા ચુંટણી અધિકારી અને જીલ્લા કલેકટર કચેરી ખાતે પોતાનુંં ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યુંં હતું અને ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને ભાજપના ઉમેદવારના પ્રચારમાં જોડાશે તેમ જણાવ્યું હતું.