પંચમહાલ જીલ્લાના ગોધરા સહિતના નાના-મોટા મથકો ખાતે હોળીના તહેવારમાં ધરાકી નહિ ખુલતાં વેપારીઓની હોળી ફીકી પડી

  • હોળીના તહેવાર વચ્ચે બે દિવસ બાકી છતાં ગ્રાહકો વગરના બજાર સુમસામ.

ગોધરા,હોળીના તહેવાર વચ્ચે માંડ બે દિવસ બાકી હોય તેમ છતાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરાના બજારમાં હોળીના તહેવારની ધરાકી નહિ ખુલતા વેપારીઓ ચિંતીત બન્યા ગ્રાહકો વગર બજારો સુમસામ ભાષી રહ્યા છે.

પંચમહાલ જીલ્લામાં ગોધરા સહિતના તમામ નાના-મોટા મથકો ઉપર હોળીના તહેવારમાં ગ્રામ્ય વિસ્તારના લોકોની ભારે ખરીદી રહેતી હોય છે. જેને લઈ વેપારીઓ હોળીના તહેવારને લઈ નવા માલ સામાનની ખરીદી કરતા હોય છે. હવે હોળીના તહેવારમાંં માંડ બે દિવસ જેવો સમય બાકી હોવા છતાં હોળીના તહેવારની ખરીદી નહિ ખુલતા વેપારીઓ ચિંતીત બન્યા છે. આંમ, પણ જ્યારથી ઓનલાઈન માર્કેટીંંગ શરૂ થતાં વેપારીઓના ધંધા ઉર માઠી અસર પડી છે. ત્યારે હોળીના તહેવારમાં પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ દાહોદ જીલ્લા માંથી રોજગારી માટે બજાર જતા શ્રમિક વર્ગ હોળીના તહેવાર કરવા માટે માદરે વતનમાં આવતા હોય છે અને જેને લઈ બજારોમાં કપડાં, બુટ-ચંપલ સહિતના નાના-મોટા ધંધાદારીઓના ધંધામાં રોનક આવી જતી હોય છે પરંતુ આ વર્ષ હોળીના તહેવારને બે દિવસ બાકી હોય તેવામાં પણ બજારમાં હોળીના તહેવારની ધરાકી નહિ ખુલતા વેપારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે. બીજી તરફ હોળીના તહેવારમાંં શહેરી વિસ્તારમાં રહેતા લોકો ધાણી, ચણા, ખજુર સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરતાં હોય છે પરંતુ ચાલુ વર્ષ ધાણીના ભાવમાંં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ આવા સીઝનેબલ ધંધો કરતાં વેપારીઓ પણ ગ્રાહકો આવે તેવી મીટ માંડી રહ્યા છે. ગોધરા શહેરના બજારો સામાન્ય વર્ષોમાં હોળીના તહેવાર પહેલા ખરીદી માટે લોકોની ચહેલપહેલ રહેતી હતી. તે હાલમાંં ખરીદી માટે ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યો છે.