પંચમહાલ ગોધરા રેન્જ ખાતે સાયબર સિકયોરીટી પાર્ટનરશીપ માટે વર્કશોપ તાલીમ યોજાઈ

પંચમહાલ ગોધરા રેન્જ ખાતે આજરોજ સાયબર ક્રાઈમ અંંગે લોકજાગૃતિ ફેલાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ તથા ઈવાય ગ્લોબલ કંપની તરફથી પોલીસ અધિક્ષક/ કર્મચારી માટે તાલીમ વર્કશોપનુંં આયોજન કરવામાંં આવ્યુંં હતું.

જે તાલીમ શિબિર બ્રિટીશ હાઈકમિશ્ર્નર ન્યુ દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા સાયબર સિકયોરીટી પાર્ટનરશીપના ભાગરૂપે આપવામાંં આવેલ તાલીમમાં રેન્જમાંં સમાવિષ્ટ પંચમહાલ, દાહોદ, મહિસાગર જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓએ તાલીમ લીધેલ જેમાં રેન્જ હસ્તકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેથી 10, પંચમહાલ જીલ્લા ખાતેથી -4, દાહોદ ખાતેથી -6, મહિસાગર જીલ્લાના-6 અધિકારી – કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં તાલીમા આપનાર ફોલ્ડ, દિવ્યાકકોલ, બી.નરસિંમા દાવ, લીમા બીફોડ એ માર્ગદર્શન આપેલ હતું.