- જીલ્લાની 35 બહેનોને 30 દિવસની સીવણકામની તાલીમ આપીને સર્ટિફિકેટ વિતરણ કરાયા.
ગોધરા,મહિલાઓની આર્થિક આજીવિકામાં સુધારો થાય તે હેતુથી પંચમહાલ જીલ્લામાં ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) ગોધરા દ્વારા વિવિધ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવે છે. RSETI ગોધરા દ્વારા પંચમહાલ જીલ્લાની35 બહેનોને 30 દિવસની સીવણકામનીતાલીમ આપીને ટ્રેનિંગના અંતિમ દિવસે ગોધરા ખાતે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે પંચમહાલ જીલ્લા LDM સતેન્દ્ર રાવ, RSETI ડાયરેક્ટર દેવીદાસ દેશમુખ અને DRDA વિભાગના કર્મચારીઓએ હાજર રહીને બહેનોને સ્વરોજગાર માટે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ સાથે RSETI દ્વારા10 દિવસની ફાસ્ટ ફૂડ અને સ્ટોલ ઉદ્યમી તાલીમ માટે રજીસ્ટ્રેશન કરવાનો પ્રારંભ કરાયો છે. આ અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 90990 75899 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન (આર-સેટી) અંતર્ગત સમગ્ર ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારનાં ગરીબ કુટુંબના 18 થી 45 વર્ષના યુવાન/યુવતીઓને સ્વરોજગારી અંગેની નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન અંતર્ગત અપાતા તાલીમ કોર્સનો સમયગાળો 6 થી 4પ દિવસનો હોય છે, જેમાં 61 પ્રકારના કોર્સની તાલીમ આપવામાં આવે છે.