પંચકૂલામાં આપનુ વ્યાપક સભ્યપદ અભિયાન, ૨૫ હજાર લોકોને આપમાં જોડશે

પંચકુલા,

આમ આદમી પાર્ટીપંચકુલા જિલ્લાના કાલકા અને પંચકુલા મતવિસ્તારમાં લગભગ ૨૫ હજાર સભ્યો ઉમેરશે. આ માટે અભિયાન ચાલી રહ્યુ છે અને અત્યાર સુધીમાં લગભગ બે હજાર લોકોએ આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી છે. આ દાવો કરતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય સુરેન્દ્ર રાઠીએ સોમવારે કહ્યુ કે સભ્યપદ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન મહાદેવપુર, સાકેતડી, બુધનપુર, સેક્ટર ૨૦ આશિયાનામાં હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્ર રાઠીએ કહ્યુ કે રાજ્યમાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા પાર્ટીના કાર્યકરો સક્રિય છે. આગામી સમયમાં, કાર્યર્ક્તાઓ આમ આદમી પાર્ટીના સભ્ય બનાવવા માટે પંચકુલા જિલ્લાના તમામ ગામો, કોલોનીઓ અને સેક્ટરોમાં ઘરે-ઘરે જશે.

તેમણે દાવો કર્યો હતો કે જિલ્લામાં પક્ષની સદસ્યતા લેવા માટે લોકોમાં પૂરેપૂરો ઉત્સાહ છે. યુવા નેતાઓ સાહિબ દેન, વિનોદ કુમાર, દિનેશ કુમાર, મુન્ના યાદવ, શ્યામ લાલ, રણજીત, રામ સુમેર, બાલ્કિશન, સંત લાલ, ગુલશન, સુરેન્દ્ર, ઉમેશ, રોહિત, લાલતી દેવી, રીટા, શારદા, ચંદ્રાવતી, શીલા, સુશીલા વગેરે આ પ્રસંગે પણ હાજર રહ્યા હતા.