કાલોલ,કાલોલ તાલુકાના કાનોડ ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ તેમજ પંચાયતના મહિલા સરપંચના પતિ કામગીરીમાં દખલ કરતા હોવાનો તેમજ ઠરાવ બુકમાં કામોની નોં ધ કરવામાં આવતી હોય તેવા આક્ષેપ સાથે જીલ્લા પોલીસ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે.
કાલોલ તાલુકાાના કાનોડ ગ્રામ પંચાયતમાં થયેલ ગામ વિકાસના કામો અંગેની ઠરાવની નકલ માંગવામાં આવે છે. તો તલાટી દ્વારા નકલ બુક ખોવાઈ ગઈ છે તેમ જણાવાયું. ફરિયાદી દ્વારા ગ્રામ પંચાયતમાં મળેલ ગ્રામસભામાં ઠરાવ બુકની માંગણી કરતા આપાવાની ના પાડી હતી. ફરિયાદીએ વિડીયો ઉતારતા હોય જેનો તલાટીએ વિરોધ કર્યો હતો તેમજ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિ આચરવામાં આવે છે અને પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર છે. ગ્રામ પંચાયતમાં ઠરાવ બુક ન આપવાના કિસ્સામાં ફરિયાદી તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવા જતા હોય તેને રોકીને માર મારવાની ધમકી આપી હોવાનુંં લેખિતમાંં જીલ્લા પોલીસ મથકે અરજી કરાઈ છે.