રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તીકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છ . ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જ દિશામાં નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.પંચમહાલ જીલ્લામાં આગામી 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ 2024 સુધી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
પંચમહાલ જીલ્લામાં 01 ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાશે. 2 ઓગસ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાઓ, 03 ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબનની ઉજવણી, 05 ઓગસ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી, 06 ઓગસ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી, 07 ઓગસ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસની ઉજવણી તથા 08 ઓગસ્ટના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. તેમ મહિલા અને બાળ અધિકારી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.