- જીલ્લાના નાગરિકો સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના પ્રશ્ર્નો લેખિતમાં 10 જુલાઈ સુધી મોકલી શકશે.
પંચમહાલ જીલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.25/07/2024ને ચોથા ગુરૂવારના રોજ સવારના 11.00 કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.
સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના પ્રશ્ર્નો લેખિતમાં તા.10/07/2024 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા જાહેર રજા સિવાયના દિવસો દરમ્યાન રજુ કરવાના રહેશે.અરજી ઉપર “જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ અરજી એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.તા.10/07/2024 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
સ્વાગત કાર્યક્રમ માટે નીચે મુજબની અરજીઓ સ્વીકારવામાં આવશે….
(1) લાંબા સમયના જ પડતર પ્રશ્ર્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) જીલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલાં કોઈ પણ અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં, ત્યારબાદ જે કચેરીનો પ્રશ્ર્ન હોય ત્યાં અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય.
(3) જીલ્લા કક્ષાનો પ્રશ્ર્ન હોય તો જીલ્લામાં જવાબદાર અધિકારીને કરેલ રજૂઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(4 ) આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્ર્નોનો જીલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય એવા જ તેમજ કોર્ટ મેટર થયેલ ન હોય તેવા જ પ્રશ્ર્નો હોવા જોઈએ.
(5) આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્ર્નના જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં.
(6) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામૂહિક રજૂઆતો કરી શકાશે નહીં તેમ પંચમહાલ જન સંપર્ક અધિકારી ટુ કલેકટર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.