- અંદાજીત 110.00 લાખમાં તૈયાર થયેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આપત્તિના સમયે 24×7 કાર્યરત રહીને જીલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે.
રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લુણાવાડા જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લોકાર્પણ કરાયું. અંદાજીત 110.00 લાખમાં તૈયાર થયેલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કોન્ફરન્સ રૂમ, વેઈટીંગ હોલ, કલેકટર રૂમ, મામલતદાર (ડીઝાસ્ટર) રૂમ, કંટ્રોલ રૂમ અને સ્ટાફ રૂમ બનાવેલ છે
ધરતીકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આપત્તિના સમયે 24ડ્ઢ7 કાર્યરત રહીને જીલ્લાના દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવાનું કામ કરશે. જીલ્લામાં આવતી દરેક આપદાઓથી નાગરીકો અને પશુઓની સલામતી સુનિશ્ચિત કરવા ઉપરાંત રાહત બચાવ, સ્થળાંતર અને તાત્કાલિક સહાય પહોંચાડવા જેવી અનેક બાબતોનું એક જ સ્થળેથી સંકલન થઇ શકશે. જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર થકી પુર, ભુકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપતિઓને સમયે માહિતી અને સંદેશા વ્યવહાર દ્વારા અસરકારક અને કાર્યશ્રમ કામગીરી થય શકશે. આ ઉપરાંત ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સત્તા મંડળ અસરકારક આપતિ સહાય માટે માહિતી અને સંદેશા વ્યવહાર ટેકનોલોજીને લગતા સંસાધન સાધનો અને સહાય સુનિશ્ચિત કરવા સંકટકાલીન સમયે સહાય કેન્દ્રોને એકીકૃત કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઈ ખાબડએ જીલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર સી. વી. લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, ખેતીવાડી અધિકારી, નાયબ વન સંરક્ષક સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.