પંચાયત અને કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધાનપુર ખાતે ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજાઈ

ધાનપુર ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજવામા આવી હતી.

આ દરમ્યાન તાલુકા આરોગ્ય અધિકારી ડો.બી.પી.રમન દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગે પી.પી.ટી. રજુ કરી વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ધાનપુરની દરેક શાળાઓ અને આંગણવાડી ખાતે બાળકોને આ વાયરસ વિશે ઊંડાણપૂર્વક માહિતી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.

આ પ્રકારનો કોઈ પણ શંકા સ્પદ કેસ જણાય તો તાત્કાલિક પણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નમો યોજના વિષે પણ વિગતે જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠક નિમિતે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ અન્ય પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ તથા સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા.