પંચામૃત ડેરીમાં ઉજવાયો જિલ્લાકક્ષાએ ડિજિટલ મેળો અને ઈંગ્લીશ ફેસ્ટ

નદીસર,

પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીમાં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને અમુલ એસ.એ.પી.ના સહયોગ થી કોડ ઉન્નતિ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા કક્ષાના ડિજિટલ મેલા અને ઈંગ્લીશ ફેસ્ટ-2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા કમ્પ્યુટર અને ઈંગ્લીશ શિક્ષણને રસપ્રદ બનાવતા વિવિધતાસભર મોડલનું નિર્માણ કરી પ્રદર્શન યોજવામાં આવ્યું. જેમાં પંચમહાલની 11 શાળા ના 1 થી 12 ધોરણમાં ભણતા લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પંચામૃત ડેરીના એમ.ડી. મિતેષ મેહતા અને જનરલ મેનેજર ડો. પ્રકાશ પટેલ અને મેનેજર ડો. મહેશ પટેલ તથા પંચમહાલ જિલ્લાના ડી.ઈ.ઓ. સહીત હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન ગુજરાતના ઓપરેશન લીડર મુકેશ થારૂકા અને લાલજી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ તથા પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન ટીમે આ કાર્યને સૌએ બિરદાવ્યું હતું.