પંચમહાલ જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કાલોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક અરજદારોના અરજીઓ અને પ્રશ્ર્નોની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં વેજલપુર ગામના અરજદાર દ્વારા મનરેગાના કામોમાં થયેલ ભ્રષ્ટાચારની રજૂઆત કરવામાં આવી હતી કે, કેટલાક મનરેગા યોજનાના કેટલાક કામો સ્થળ ઉપર અધૂરા થયેલ છે, તે પૂર્ણ કરેલ નથી. તેમ છતાં તેના બીલો મુકવામાં આવેલ છે અને કેટલાક કામો સ્થળ ઉપર એડવાન્સ કરવામાં આવેલ છે, તેવી રજૂઆત કરવામાં આવેલ જેથી પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને જણાવેલ કે, સાત દિવસમાં તપાસ કરી એહવાલ રજૂ કરવા જણાવેલ હતું. ત્યારે બીજા અરજદારના અરજીના પ્રશ્ર્નો ખરાબાની જમીન તેમજ ગૌચર જમીન તેમજ નલ સે જલ યોજના જેવા પ્રશ્ર્નોની ધારદાર રજુઆત કરવામાં આવી હતી.
જેથી ખરાબા અને ગૌચર જમીનોની તપાસ કરવાના આદેશ સર્કલ ઓફિસરને સોંપવામાં આવી હતી. જેથી અનેક પ્રકારની તપાસ લાગતા વળગતા વિવિધ અધિકારી ઓને સોંપી હતી. ત્યારે મનરેગાની તપાસ તાલુકા વિકાસ અધિકારીને સોંપતા અરજદારમાં નારાજગી જોવા મળી હતી કે, તાલુકા વિકાસ અધિકારીના તાબા હેઠળ આવેલ મનરેગા શાખાની તપાસ તાલુકા વિકાસ અધિકારીને સોંપતા સાચી દિશામાં તપાસ કરશે કે પછી રોજેરોજની જેમ છૂપો આશીર્વાદ આપી ભ્રષ્ટાચાર ઉપર પરદો ઢાંકી મનરેગા શાખાના અધિકારીઓનો બચાવ કરશે કે પછી પોતાની ઝમીર જગાડી ઈમાનદારી દેખાડી મનરેગા શાખામાં થયેલ ભ્રષ્ટાચારનો સાચો રિપોર્ટનો અહેવાલ જીલ્લા કલેકટર સુધી પહોચાડશે તે હવે આવનારો સમય બતાવશે.