પંચમહાલ જિલ્લાના મુખ્ય જળાશય પાનમ ડેમ આધારિત પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ૭૫ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવાની આ યોજના છે. પાનમ હાઈ લેવલ કેનાલ થકી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના શહેરા, ગોધરા અને લુણાવાડા તાલુકાના ૭૫ ગામોના ૧૮૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે ૩૫ કિલોમીટર લાંબી મુખ્ય કેનાલ અને ૭૦ કિલોમીટરની માઇનોર કેનાલ બનાવીને સિંચાઈનું પાણી પૂરું પાડવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
જેમાં હાલમાં જુદી-જુદી માઇનોર કેનાલો મળીને ૪૦ કિલોમીટર માઇનોર કેનાલોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે,જ્યારે બાકીની કેનાલનું કામ હાલ પ્રગતિમાં છે.આ યોજના થકી ૪૮ ચેકડેમમાં પાણી ભરવાનું તેમજ આ વિસ્તારના ૭૫ જેટલા કુવા રિચાર્જ કરવાનું અને કમાન્ડ વિસ્તારના ૬૨ તળાવોને પાણીથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ૬૨ જેટલા તળાવોને હાલ રીચાર્જ કરવામાં આવ્યા છે.અને જે વિસ્તારમાં કેનાલનું કામ પૂર્ણ થયું છે તે વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ પણ આપવામાં આવ્યો છે. આમ પંચમહાલ જિલ્લાના મુખ્ય જળાશય પાનમ ડેમ આધારિત અગાઉની કેનાલ ઉપરાંત પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે વધુ ગામોને સિંચાઈનો લાભ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૩૦ કરોડ ઉપરાંતની યોજના અમલમાં મુકવામાં આવતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પાનમ હાઇ લેવલ કેનાલ મારફતે શહેરા અને ગોધરા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતાં ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી નહીં પરંતુ અન્ય સિઝનમાં પણ પોતાના ખેતરમાં પાક લેતા થયા છે.પાનમ કેનાલ મારફતે મળતાં સિંચાઈના પાણી દ્વારા આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉનાળા તેમજ શિયાળુ પાક પણ લહેરાતો થયો છે. તો બીજી તરફ આ વિસ્તારના ચેકડેમ અને કુવાઓમાં પણ ભૂગર્ભ જળસ્તર ઉંચુ આવતા પાણીનું સંકટ હતું તે દૂર થયું છે સાથેસાથે આ વિસ્તારના ખેડૂતોના ઢોરઢાંખર માટે પાણી અને ઘાસચારાની પણ આ કેનાલ લઈને રાહત થઇ છે.
- શિયાળુ અને ઉનાળુ પાક કરીએ છીએ.
- પાનમ કેનાલમાં પાણી આવતાં વરસાદ આધારે ખેતી સાથે હવે શિયાળું તથા ઉનાળાનું પાક પણ કરીએ છીએ. ચેકડેમ તથા કુવાના ભુગર્ભ જળસ્તર ઉચાં આવ્યા છે. સરકારની આ સિંચાળ યોજનાથી ગ્રામ્ય વિસ્તાર માટે આર્શીવાદ સમાન બની છે :
- કમાન્ડ વિસ્તારના ૬૨ તળાવોને પાણીથી ભરાશે.
- પાનમ ડેમ આધારિત સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે રૂ.૧૩૦ કરોડ જેટલી માતબર રકમના ખર્ચે પાનમ હાઇ લેવલ કેનાલ બનાવવામાં આવી છે.આ યોજનાથી ૪૮ ચેકડેમ તથા વિસ્તારના ૭૫ જેટલા કુવા રિચાર્જ કરવાનું અને કમાન્ડ વિસ્તારના ૬૨ તળાવોને પાણીથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિચાંઈ યોજનાનો લાભ પંચમહાલ તથા મહીસાગરના ગામોને થશે :