ગોધરા,
પંચમહાલ જીલ્લામાં ૩૧ ડિસેમ્બરના રોજ દારૂ પીને વાહન ચાલકો વાહનો હંકારતા વાહન ચાલકોને ઝડપી પાડવા માટે બે્રથ એનાલાઈઝરની મદદ થી ચેકીંગ હાથ ધરવામાં આવતાં નશો કરી વાહનો હંકારતા ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીને લઈ ૩૧ ડિસેમ્બરના રોજ કોઈપણ પાર્ટીઓના આયોજન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોના મહામારીના ગાળામાં લોકો એક સાથે એકઠા થઈ દારૂ ની મહેફિલો ન માને તે માટે પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. પંચમહાલ જીલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં પોલીસ દારૂ ની હેરાફેરી અને નશો કરી જાહેરમાં ફરતા તત્વોને ઝડપી લેવા માટે સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગોધરા શહેરના હાઈવે રોડ ઉપર પોલીસ દ્વારા ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવશે. પોલીસ બ્રેથ એનાલાઈઝરની મદદ થી નશો કરી વાહન હંકારતા હોય તેવા લોકોનું ચેકીંગ કરશે. શહેર વિસ્તારના તમામ ટ્રાફિક પોઈન્ટ બ્રેથ એનાલાઈઝર થી વાહન ચાલકો ચેકીંગ કરી નશો કરી વાહન હંકારતા તત્વોને ઝડપી પાડવા માટેની સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીલ્લા પોલીસ તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બર લઈ નશો કરતા તત્વોને ડામવા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લઈ નશો કરી વાહનો હંકારતા નશેરીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.