પંચમહાલ લોકસભા બેઠક ઉપર સાંજે 6.00 વાગ્યા સુધી 58.8પ % મતદાન નોંધાવા પામ્યું છે

  • કાલોલ વિધાનસભા વિસ્તારમાં 69.44 % સૌથી વધુ મતદાન નોંધાયું.
  • શહેરા વિધાનસભા વિસ્તારમાં 63.55% મતદાન નોંધાયું.
  • સૌથી ઓછું મતદાન બાલાસીનોર 54.28% નોંધાયુંં.

ગોધરા, પંચમહાલ લોકસભા બેઠકની 7 વિધાનસભાને આવરી લેતી બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં જીલ્લા ચુંટણી અધિકારી અને તંત્રએ હાશકારો લીધો હતો. પંચમહાલ લોકસભા બેઠક ઉપર 6 વાગ્યા સુધી કુલ 58.85 % મતદાન નોંધાવા પામ્યું છે.

આ માહિતી વિધાનસભા બેઠકવાર જોવા જઈએ તો 129- ઠાસરા બેઠક ઉપર કુલ મતદારોની સંખ્યા 2,73,891 હોય જેમાંથી નોંધાયલ મતદાન મુજબ 81,271-પુરૂષ મતદાર અને 67,548-મહિલાઓ મતદારોએ પોતાનો મત્તાધિકારનો ઉપયોગ કરતાં 6.00 વાગ્યા સુધી 54.34 % મતદાન ટકાવારી નોંધાવા પામી છે.

121-બાલાસીનોર બેઠક ઉપર કુલ મતદારોની સંખ્યા 2,92,252 નોંધાયેલ છે. તેમાંંથી 85,912-પુરૂષ મતદારો અને 72,713 મહિલા મતદારો મળી 1,58,628 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો. 6.00 વાગ્યા સુધી 54028 % મતદાન નોંધાવા પામ્યું છે.

122-લુણાવાડા બેઠક ઉપર 2,92,141 નોંધાયેલ કુલ મતદારો છે. તેમાંથી 86,415 પુરૂષ મતદારો અને 76,112 મહિલા મતદારો મળી કુલ 1,62,527 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો. 6.00 વાગ્યા સુધી 55.60 % મતદાન નોંધાવા પામ્યું છે.

124-શહેરા વિધાનસભા બેઠક ઉપર 2,63,347 નોંધાયેલ કુલ મતદારો હોય તેમાંથી 88,122 પુરૂષ મતદારો અને 79,245 મહિલા મતદારો મળી કુલ 1,67,367 મતદારોએ પોતાનો મત્તાધિકારનો ઉપયોગ કર્યો. 6.00 વાગ્યા સુધી 63.55 %મતદાન નોંધાવા પામ્યું છે.

125- મોરવા(હ) વિધાનસભા બેઠક કુલ 2,30,263 નોંધાયેલ મતદારોની સંંખ્યા હોય તેમાંંથી 64,067 પુરૂષ મતદારો અને 61,913 મહિલા મતદારો મળી કુલ 1,25,982 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરતાં 6.00 વાગ્યા સુધી 54.71 % મતદાન નોંધાવા પામ્યું.

126- ગોધરા વિધાનસભા બેઠક ઉપર 2,82,844 નોંધાયેલ મતદારોની સંખ્યા છે. તેમાંથી 91,250 પુરૂષ મતદારો અને 79,640 મહિલા મતદારો મળી કુલ 1,70,898 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરતાં 6.00 વાગ્યા સુધી 60.42 % મતદાન નોંધાવા પામ્યું.

127- કાલોલ વિધાનસભા બેઠક ઉપર કુલ 2,62,005 નોંધાયેલ મતદારોની સંખ્યા હોય તેમાંથી 95,229 પુરૂષ મતદારો અને 86,711 મહિલા મતદારો મળી કુલ 1,81,940 મતદારોએ પોતાના મત્તાધિકારો મળી કુલ 1,81,940 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો. 6.00 વાગ્યા સુધી 69.44 % મતદાન નોંંધાવા પામ્યું છે.