પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામ ખાતે આવેલ શ્રીસ્વામિનારાયણ કુમકુમ મંદિરનો રરમો પાટોત્સવ ઉજવાશે

શહેરા,તા.13-1ર- ર0ર3ને બુધવારના રોજ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં આવેલ વાઘજીપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે તેના રરમા પાટોત્સવ પ્રસંગે સવારે 9-00 થી 1ર-00 શ્રી અબજીબાપા વાતોની પારાયણ કરવામાં આવશે. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંકલ્પ સ્વરૂપોનું ષોડ્શોપચારથી પૂજન, અર્ચન, આરતી કરવામાં આવશે. આ પ્રસંગે પંચમહાલ જીલ્લાના અનેક ભક્તો આ પ્રસંગે આ મહોત્સવનો લાભ લેવા પધારશે.

તા.1ર નારોજ કુમકુમ મંદિર ખાતે કીર્તનભક્તિ-સત્સંગ સભા યોજવામાં આવી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજથી રર વર્ષ પહેલા સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આ વાઘજીપુર મંદિરની સ્થાપના કરી હતી અને તેઓ અનેક વખત અહીં પધારીને અનેક ભક્તોને વ્યસનથી મુક્ત કર્યા છે અને સદાચાર અને શીલના પાઠ શીખવ્યા છે. તેથી પંચમહાલના ભક્તો સુખી અને સંપન્ન બન્યા છે. આ કુમકુમ મંદિર દ્વારા યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે અનેક વખત સત્સંગ સભા પણ યોજવામાં આવે છે.