ગોધરા તાલુકાના તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023 અંતર્ગત સ્વચ્છતા સર્વે હાથ ધરવામાં આવનાર છે, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા નિયામક સાહેબશ્રી પંચમહાલ ગોધરાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોધરાના આગેવાની હેઠળ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ ગોધરાના સ્ટાફ તેમજ તાલુકા પંચાયત ગોધરા એસ.બી.એમ.જી. સ્ટાફ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2023ના સર્વેની કામગીરી અંગે તમામ ગ્રામ પંચાયતોને આવરી લઇ સ્વચ્છતા તેમજ જનજાગૃતિ અંગે કામગીરી હાથ ધરવામાં આવેલ છે, સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) ફેઝ-2 યોજના અંતર્ગત જુદા જુદા ગામોમાં સ્વચ્છતા સર્વેને ધ્યાને લઇ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. તેમજ કેન્દ્ર સરકારની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી/શાળાઓ/આરોગ્યકેન્દ્ર/ગ્રામપંચાયત કચેરીઓ/જાહેર સ્થળો/મંદિર/મસ્જીદ વગેરે સ્થળોની સફાઈ અંગેનુ સર્વે હાથ ધરવામાં આવશે. સંપૂર્ણ સ્વચ્છતા માટે આંદોલનમાં જોડાવા અને ગામોને ODF Plus Model ગામ તથા મોડેલ તાલુકા બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરેલ છે.