- નળ કનેકશન ધારક એક વખત દંડ ભર્યા બાદ પણ પાણીનો વ્યય કરે તો કેનકશન કાયમી કાપી નાખવામાં આવશે.
ગોધરા,
પંચમહાલ જીલ્લાની ધોધંબા ગ્રામ પંચાયત દ્વારા ગામના અમુક પરિવારોને નળ કનેકશન દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. આ પાણીનો વ્યાપક વ્યર્ય કરવામાં આવે છે. સાથે પાણીની લાઈનમાં નળ બેસાડવામાં નહિ આવતાં પાણી ખુલ્લામાં વહી જતું હોય જેને લઈ ગ્રામ પંચાયતની મીટીંગમાં પાણીનો વ્યય કરનાર વ્યકિત પાસેથી 500 રૂપીયા દંડની જોગવાઈ કરાઈ છે.
ઉનાળાની સીજનમાં પીવાના પાણીની સમસ્યા મોટા પ્રમાણમાં આવતી હોય ત્યારે પાણીનો ખોટો વ્યય ન થાય તે માટે દરેક નાગરિક પોતાની ફરજ સમજીને પાણીનો દુરવ્યય ન થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ તે જરૂરી છે. પાણીના ખોટો દુરવ્યયને લઈ પાણીની સમસ્યા દિનપ્રતિદિન સામે આવતી હોય છે. પંચમહાલ જીલ્લાના અનેક તાલુકાઓના ગામોમાં પીવાના પાણીની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. પાણીની સમસ્યાનું મુળ કારણ પાણીનો દુરવ્યય કરવો પણ છે. પંચમહાલ જીલ્લાનું ધોધંબા તાલુકા મથકની ગ્રામ પંચાયત છે. આ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પીવાના પાણીના કનેકશન આપવામાં આવ્યા છે. આવા નળ કનેકશન દ્વારા પાણીનો સપ્લાય પુરો પાડવામાં આવે છે પરંતુ ગામમાં નળો ખુલ્લો રાખવાને લઈ પાણીનો દુરવ્યય થઈ રહ્યો છે. તેમાં પણ અમુક પાણીની લાઈનોના કનેકશન આવ્યા છે. તેવા કનેકશન ઉપર નળ નાખવામાં આવ્યા ન હોય જેને લઈ પાણી ખુલ્લામાં ગટરમાં વહી જાય છે. ધોધંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીના વ્યય થતાં અટકાવવા માટે ધોધંબા ગ્રામ પંચાયતમાં 4 માર્ચ 2023 નારોજ મીટીંંગ યોજાવામાં આવી હતી. આ મીટીંગમાં નળ કનેકશન હોય અને બિનજરૂરી પાણીનો બગાડ કરતાં ધ્યાને આવે તો કનેકશનધારકને 500 રૂપીયા દંડ કરવામાં આવશે અને સ્થળ ઉપર વસુલ કરવામાં આવશે. જો કનેકશનધારક સ્થળ ઉપર દંડની રકમ ન ભરે તો તેની મિલ્કત ઉપર બાકી લેણા તરીકે ઉધારવામાં આવશે. કોઈ કનેકશનધારકને દંંડ કર્યા બાદ પ્રથમ સુચના બાદ પણ પાણીનો વ્યય ચાલુ રાખવામાં આવશે. તો નળ કનેકશન કાપી નાખવામાં આવશે. તેમજ ફરી નળ કનેકશન ચાલુ કરવામાં આવશે નહિ. ત્યારે ધોધંબાના ગ્રામજનો પાણીના બગાડ અટકાવવા નિર્ણયને સહયોગ કરવા અપીલ કરી છે.