પંંચમહાલ લોકસભા બેઠકના ભાજપના રાજપાલસિંહ જાદવની 5 લાખથી વધુ લીડથી વિજેતા

ગોધરા, પંચમહાલ 18 લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી મતગણતરી હાથ ધરાઈ હતી. ઈવીએમની ગણતરી હાથ ધરતાં સાથે ભાજપના ઉમેદવાર લીડ કરતાં જોવા મળ્યા હતા અને ભાજપ ઉમેદવાર રાજપાલસિંંહ જાદવનો 5 લાખથી વધારે મતથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર જીત બાદ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે શુભેચ્છા મુલકાત કરી હતી અને શહેરાના ચાંંદલગઢ ખાતે ખોડિયાર માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા.

પંચમહાલ લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી નસીકપુર ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી. પહેલા પોસ્ટલ બેલેટની મત ગણતરી હાથ ધરાઈ હતી અને બાદમાંં ઈવીએમ મત ગણતરી હાથ ધરવામાં આવતાં પહેલા રાઉન્ડ સાથે ભાજપના ઉમેદવારે લીડ વધારી હતી અને પાંચ વાગ્યા સુધી ચાલેલી મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને 7,85,340 મતો મળ્યા હતા. જ્યારે કોેગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 2,79,299 મતો મળ્યા હતા. આમ, પંચમહાલ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવારની 5 લાખ ઉપરાંત મતોથી વિજેતા બન્યા હતા. ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની જીતને ભાજપના કાર્યકરો અને આગેવાનોએ વધાવી હતી અને જીત બાદ ભાજપના વિજેતા રાજપાલસિંહ જાદવ શહેરા ચાંદલગઢ ખાતે ખોડીયાર મંદિરે પંચમહાલ લોકસભાના પ્રભારી ભરત ડાંગર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક સહિત સમર્થકો સાથે દર્શન માટે પહોંચી માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા. જીત બાદ રાજપાલસિંહ જાદવે પંચમહાલ જીલ્લા બેઠક ઉપરથી 5 લાખ ઉપરાંત મતોની વિજય બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો અને પંચમહાલ લોકસભા બેઠક વિસ્તારના વિકાસની નવી ઉંચાઈ લઈ જવા આગળ વધશે.

18-પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારો એ મેળવેલ મત …..

(1) ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ- કોંગ્રેસ – 2,85,237

(ર) રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ – ભાજપ – 7,94,579

(3) જીતેશકુમાર ધનશ્યાભાઇ સેવક – ધનવાન ભારત પાર્ટી – 8,389

(4) લક્ષ્મણભાઇ ગલાભાઇ બારીયા – આમ જનતા પાર્ટી – 3,205

(પ) તસ્લીમ મોહંમદ રફીક દુરવેશ – અપક્ષ – 3,065

(6) પાંડોર કૌશીકકુમાર શંંકરભાઇ – અપક્ષ – 2,506

(7) મનોજસિંહ રણજીતસિંહ રાઠોડ – અપક્ષ – 4,013

(8) હસમુખકુમાર ગણપતસિંહ રાઠોડ – અપક્ષ – 10,399

(9) નોટા – 19,629