
શહેરા, પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકીંગ દરમિયાન બાતમી મળી હતી કે, શહેરા તાલુકામાં માંથી એક ટ્રક ગેરકાયદેસર ઓવરલોડ ક્વાર્ટઝ ભરીને આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ગોધરા તાલુકાના રતનપુર કાટડી રોડ બેરોકટોક રીતે ગેરકાયદેસર રીતે એક ટ્રેકટર રેતીને ભરીને આવી રહ્યાની બાતમી આધારે બંને જગ્યાએ રેડ દરમિયાન ક્વાર્ટઝ ભરેલ ટ્રક અને રેતી ભરેલા ટ્રેકટર સાથે બે ઇસમની અટકાયત કરી 35 લાખનો મુદ્દામાલ કબજે કરી અને મુદ્દામાલ ને શહેરા મામલતદાર કચેરી અને ટીંબા ગામે સીઝ કરી મૂકવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લામાં ખનીજ માફીયાઓ એટલા બધા હાઇટેક બની ગયા છે કે ગેરકાયદેસર ખનીજની ચોરી કરવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. જેમાં ખાણ ખનીજના અધિકારીઓનું લાઈવ લોકેશન જાણી તેમની પળે પળની માહિતી રાખવામાં આવે જેમાં ઓફિસ લઈ અને કઈ બાજુ તપાસ કરવાના છે. તેની દરેક માહિતી વચેટિયા રાખી રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ અધિકારીઓ પણ ખનીજ માફીયાઓની ગેરકાયદેસર તમામ ગેર પ્રવૃત્તિ ઉપર બાજ નજર રાખી કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.
દિન પ્રતિદિન બેરોકટોક રેતી, સફેદ પથ્થર, બ્લેક ટ્રેપ સહિત કુદરતી ખનીજનું બિન્દાસ પણે હેરાફેરી કરતા ખનીજ માફીયાઓ ઉપર અંકુશ રાખી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે શહેરા તાલુકામાં માંથી એક ટ્રક ગેરકાયદેસર ઓવરલોડ ક્વાર્ટઝ ભરીને આવી રહ્યુ છે. જ્યારે બીજી બાજુ ગોધરા તાલુકાના રતનપુર કાંટડી રોડ બેરોકટોક રીતે ગેરકાયદેસર રીતે એક ટ્રેકટર રેતીને ભરીને આવી રહ્યાની બાતમી આધારે બને જગ્યાએ રેડ દરમિયાન ક્વાર્ટઝ ભરેલ ટ્રક અને રેતી ભરેલા ટ્રેકટર સાથે બે ઇસમની અટકાયત કરી 35 લાખનો મુદ્દામાલ કબજે કરી અને મુદ્દામાલને શહેરા મામલતદાર કચેરી અને ટીંબા ગામે સીઝ કરી મૂકવામાં આવ્યો હતો.