- ફાયર વિભાગના નિર્ધારીત જરૂરી દસ્તાવેજ અને ફાયર સેફટીની પૂર્તતા કરવાની સુચના.
ગોધરા, પંચમહાલ જીલ્લ વહીવટી તંત્ર રાજકોટમાં ગેમઝોનની હોનારત બાદ સતત કાર્યવાહી કરી રહ્યું છે. જેના ભાગરૂપે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલ મોલ, સુપર માર્કેટ અને સિનેમા ધરોમાં ફાયર સેફટીના અભાવના કારણોને લઈ બંધ કરવામાં આવ્યા છે.
રાજકોટ ગેમઝોનમાં ફાયર સેફટી અને એન.ઓ.સી. વગર ચાલતું હોય અને આ ગેમઝોનમાં ગોઝારી ધટનામાં બાળકો સહિત 30 જેેટલા લોકો આગમાં ભડથું થઈ જવાની ધટના બની છે. ત્યારે બાદ પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર સતત કામગીરી કરાઈ હતી. ગોધરામાં ચાલતા ચાર ગેમઝોનને બંધ કરવામં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ગોધરા શહેરમાંં આવેલ મોલ, સુપર માર્કેટ અને સિનેમા ધરોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર મામલતદાર, ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ સાથે રાખીને ગોધરાના બંંસલ મોલ, શકિત માર્કેટ, એશિયા મોલ, પેન્ટાલુન્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ફાયર સેફટીનો અભાવ તેમજ વિવિધ ક્ષતિઓ સામે આવતા મોલ અને સુપર માર્કેટ બંધ કરવામાં આવ્યા છે.
જ્યારે શહેરમાંં સિનેમા ધરોમાં સિલ્વર સ્કીન, સિનેમા હોલ અને મુનલાઈટ સિનેમામાં ફાયર સેફટીના અભાવને લઈને બંધ કરવામાં આવ્યા છે. દાહોદ રોડ ઉપર આવેલ ડી માર્ટને શોકોસ નોટીસ આપવામાંં આવી છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ મોલ, સુપર માર્કેટ અને સિનેમા ધરોને ફાયર વિભાગ દ્વારા નિર્ધારીત કરવામાંં આવેલ જરૂરી દસ્તાવેજો અને ફાયર સેફટીની પૂર્તતા કરવામાં નહિ આવે ત્યાં સુધી બંધ રાખવા નોટીસ આપવામાં આવી છે.