પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સામે અસંતોષને લઈ પ્રતિક્રિયા આપી કે ગોધરા અને શહેરાના કાર્યકરો અને આગેવાનોને મળી નહિ શકતા અસંતોષ હતો તે દુર થયો

ગોધરા, પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણની જાહેરાત થતાં ગોધરા અને શહેરા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરાઇ રહ્યો હતો. તેના ઉપર લોકસભા ઉમેદવારે પ્રતિક્રિયા આપી હતી કે, ગોધરા અને શહેરા વિધાનસભા બેઠકના કાર્યકરો અને આગેવાનો મળી શકયા ન હતા. જેને લઈ અસંતોષ હતો પરંતુ આ બાબતે ચર્ચાઓ થતાં હવે કોઇ અસંતોષ નથી તેમ જણાવ્યું છે.

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણના નામની જાહેરાત થતાંં શહેરા વિધાનસભા અને ગોધરા વિધાનસભા બેઠકના કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને ટીકા વ્યકત કરી હતી કે, ગુલાબસિંહ ચૌહાણ મુળ ભાજપ માંથી કોંગે્રસમાં આવ્યા છે અને તે પાછા જતા રહેશે તેવી આશંકા વ્યકત કરી હતી અને શહેરાના ધાણીત્રા ગામે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈને ઉમેદવાર સામે નારાજગી વ્યકત કરી હતી. સાથે આક્ષેપ કરવો હતો કે, ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસનું નાક દબાવીને ધારાસભ્યપદ માટે ટીકીટ લાવ્યા હતા. હવે લોકભાની ટીકિટ લાવ્યા છે. આ મુદ્દે પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે, લોકસભા બેઠકમાં સમાવિષ્ટ શહેરા અને ગોધરા વિધાનસભા વિસ્તારના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત બાબતે અસંતોષ હતો. હોળાષ્ટકમાં કોંગ્રેસ દ્વારા લોકસભા બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી જેથી ગોધરા અને શહેરાના કાર્યકરો અને આગેવાનોને જેને લઈ સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષ વ્યકત કર્યો હતો. હવે કોઈ પ્રકારના અસંતોષ નથી. લોકસભા બેઠકની ટીકીટ માટે કોંગ્રેસ પક્ષમાં કોઈ પ્રકારે નાક દબાવ્યુંં નથી. પક્ષે મારા ઉપર વિશ્ર્વાસ મૂકીને ટીકીટ આપી છે. પંચમહાલ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષનો વિજય થાય માટે સાથે કામ કરી રહ્યા છે.