પંચમહાલ જીલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાંં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈ ડેમમાંં પાણીની આવક થઈ છે. હાલ પાનમ ડેમમાં 93130 કયુસેક પાણી આવક થઈ રહી છે. જેને લઈ પાનમ ડેમની રૂલ લેવલ સપાટી જાળવી રાખવા માટે હાલ પાનમ ડેમના 6 દરવાજા ખોલીને 99876 કયુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.