પાનમ ડેમમાંથી નદી પર આવેલ ચેકડેમ ભરવા માટે ૫૦૦ ક્યુસેક પાણી છોડાયું

  • પાનમ નદી પર ચેકડેમની આસપાસ રેતી ખનન થતું હોવાના કારણે પાણી ઓછું થતાં જળાશયમાંથી પાણી છોડાયું.
  • ખનીજ વિભાગ તંત્ર રેતી ખનન સામે કાર્યવાહી નહીં કરતા અનેક સવાલો લોકોમાંથી ઉઠયા.
  • પાનમ નદીમાં પાણી છોડાતા પશુઓને પીવા માટે મળી રહેશે પાણી.

શહેરા,
પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય માંથી એક ગેટ એક ઇંચ ખોલીને ૫૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. પાનમ નદી ઉપર આવેલ ચેકડેમ ભરવા માટે જળાશય માથી પાણી છોડવાની જરૂર પડી હતી. નદી પર રેતી ખનન થઈ રહયું હોય તે બંધ કરીને આ સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ.

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ યોજના શહેરા તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. હાલમાં ઉનાળો ચાલતો હોવાથી ઉનાળાની સીઝન અંત તરફ છે. ત્યારે પાન વિભાગ દ્વારા લુણાવાડા તાલુકા માથી પસાર થતી પાનમ નદી પર બાંધવામા આવેલ ચેકડેમ ભરવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડી હતી. પાનમ જળાશયનો ૬નંબરનો એક ગેટ ૧ ઇંચ ખોલીને ગુ‚વારની સવારના ૧૦વાગ્યે ૧૦૦ ક્યુસેક પાણી છોડાયા બાદ બપોર ના ૧૨ કલાકે ૫૦૦ ક્યુસેક પાણી છોડતા પાનમ નદી વહેતી થઈ હતી. પાનમ નદી પર આવેલ જે ચેકડેમમાં પાણી ભરવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તેની આજુબાજુ પાછલા કેટલાક સમયથી રેતી ખનન થઈ રહયું હોય તે રેતી ખનન સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર ખનીજ વિભાગને આદેશ કરીને બંધ કરાવે તેવી લોક માંગ સાથે પ્રજાજનો પણ ઈચ્છી રહયા છે. પાનમ વિભાગ દ્વારા નદીમાં પાણી છોડતા આ નદીની આસપાસના પશુ પંખીઓને પાણીની રાહત થશે તેમજ થોડી ગણી પાણી સમસ્યા હલ થાય તો નવાઇ નહીં.