શહેરા, શહેરા નગર અને તાલુકાના આશીર્વાદ સમાન પાનમ ડેમમા 33 ટકા જેટલો પાણીનો જથ્થો યથાવત છે. આ પાણી નો જથ્થો ચોમાસા પછી પણ એક વર્ષ સુધી ચાલી શકે એટલો છે.જેથી 50 થી વધુ ગામો ને પીવા માટે અને ખેડૂતોને સિંચાઇ માટે સમયસર પાણી મળી રહશે તેમજ હાલ પાનમની સિંચાઇ કેનાલમાં પાણી છોડવામાં આવી રહયુ નથી.જ્યારે હડફ ડેમ માં 55ટકા અને કરાડ ડેમમાં 16, ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમડેમ ખેડૂતો અને 50 થી વધુ ગામો ના લોકો માટે આશીર્વાદ સમાન છે. હાલ પાનમ જળાશય મા 33 % ટકા પાણી નો જથ્થો છે આ પાણી નો જથ્થો ચોમાસા સુધી અને તેના પાછળ ના મહિનાઓ સુધી ચાલી શકે તેટલો છે.ખેડૂતો માટે આશિર્વાદ સમાન પાનમ સિંચાઇ કેનાલ નું પાણી લુણાવાડા તાલુકા , પંચમહાલ જીલ્લાના ગોધરા,શહેરા,અને વડોદરા જીલ્લાના ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને સિંચાઇ માટે પાણી મળતુ હોય છે. શહેરા નગર અને તાલુકા સહિત અન્ય ગામો મળી 50 થી વધુ ગામો ને હાલમાં આ પાનમ ડેમ માંથી પીવાનુ પાણી પુરૂ પાડવામા આવવા સાથે પાનમ જળાશય ના પાણીથી સિંચાઈ તળાવો ભરવામાં આવતા હોય છે. જ્યારે પાનમડેમમા પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જેના કારણે એક વર્ષ સુધી પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા ગામો અને ખેડુતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા સર્જાશે નહીં તેમજ ખેડૂતોને પણ ખેતી માટે સમયસર પાણી મળી રહશે તેમજ મોરવા હડફ ડેમમાં 55 ટકા અને કરાડ ડેમ માં 16 ટકા પાણીનો જથ્થો છે. જીલ્લા માં આવેલા ત્રણ જળાશયમાંથી સૌથી વધુ પાણીનો જથ્થો મોરવા હડફ ડેમમાં જોવા મળી રહ્યો હોય ત્યારે આવનાર દિવસોમા ખેતી માટે સિંચાઈ કેનાલમાં ખેડૂતોના હિત માટે પાણી છોડવામાં આવે એવી શક્યતાઓ હોવા સાથે આ ત્રણ જળાશય માંથી પાણી મેળવતા ખેડૂતોને ખેતી માટે સમયસર પાણી મળી શકશે.
બોક્સ….રેન્દ્રસિંહ આર તલાર નાયબ કાર્યપાલક ઈજનેર પાનમ જળાશય યોજના
પાનમ ડેમમાં 33 ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને સિંચાઈ માટે અને 50 ઉપરાંત ગામોને પીવા માટે પાણી મળી રહેશે તેમ છે હાલ જળાશયમાં 33% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી એક વર્ષ સુધી ચાલી શકે તેટલો પાણી નો જથ્થો છે.