- પાનમ જળાશયમાં સતત પાણીની આવકને લઈને ડેમના 10 ગેટ ખોલીને અઢી લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું.
પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના દસ ગેટ ખોલીને પાનમ નદીમા અઢી લાખ કયુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમ 100ટકા પાણીથી ભરાતા જગતનો તાત, પાનમ સિંચાઈ વિભાગ સહિત વહીવટી તંત્ર મા ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાં સારો એવો વરસાદ થતા જળાશયની જળ સપાટીમાં સતત વધારો થયો હતો. પાનમ જળાશય 100 ટકા પાણી થી ભરાઈ જવા સાથે છલોછલ પાણી થી ભરાઈ ગયો હતો. હાલ પણ પાનમ જળાશય ખાતે દર કલાકે સારી એવી પાણીની નવી આવક નોંધાઇ રહી છે, ડેમની જળ સપાટી અને ભયજનક સપાટી બન્ને સરખી એટલે 127.41 મીટર એ પહોચી હતી. હાલ પણ ઉપરવાસ માંથી પાણીની આવક શરૂ હોવાથી જળાશયની જળ સપાટીમાં વધારો થતો જોવા મળી રહયો હતો.
પાનમ જળાશય માંથી રૂલ લેવલ જાણવા માટે ડેમના દસ ગેટ ખોલીને અઢી લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા નંદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. પાનમ જળાશય માંથી પાણી છોડવામાં આવતા નદી કિનારે આવેલા 10કરતા વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. પાનમ જળાશય ઉપરવાસ માંથી સતત પાણીની આવક શરૂ હોવાથી અલગ-અલગ તબક્કામાં ડેમ માંથી પાણી છોડવામાં આવી રહયું છે. રવિ અને સોમવારના રોજ ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ થતા લાખો ક્યુસેક નવા પાણીની આવક થવા પામી હતી. જોકે, પાનમ જળાશય પાણી થી ભરાઈ જતા સિંચાઇ કેનાલ માંથી પાણી મેળવતા ખેડૂતો અને પાનમ સિંચાઇ વિભાગ માં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
એ.એમ. જાબર.. ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર…પાનમ સિંચાઈ વિભાગ
પાનમ જળાશય 100ટકા પાણી થી ભરાઈ ગયો છે. ઉપરવાસ માંથી સારી એવી પાણીની આવક થઈ રહી હોવાથી જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમના ગેટ ખોલીને અઢી લાખ કયુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. જળાશયમાં જેમ પાણીની આવક થશે, એમ તબક્કાવાર પાણી છોડવામાં આવશે.