શહેરા,
શહેરા પાનમ ડેમમાંથી ખેડૂતોની માંગણીને લઇને ખરીફ પાક માટે પાનમ કેનાલમાં ૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. મોરવા-રેણા સહિત મહીસાગર અને વડોદરાના સાવલી તાલુકાના ગામો મળીને ૧૦૦થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈ કેનાલનું પાણી મળી રહશે.
પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશય ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. પાનમ ડેમમાંથી ખેડૂતોની માંગણીને લઇને પાનમ મુખ્ય સિંચાઇ કેનાલમાં ૨૦૦ ક્યુસેક પાણી છોડવામા આવ્યુ હતું. પાનમ સિંચાઇ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખાલીખમ જોવા મળતી કેનાલ ધીમે ધીમે પાણીથી ભરાતી જોવા મળી રહી હતી. તાલુકાના મોરવા રેણાના આજુ બાજુના ગામો સહિત મહીસાગર અને વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામો મળીને ૧૦૦થી વધુ ગામના ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈ કેનાલનું પાણી મળી રહશે. જેને લઇને પાનમ સિંચાઇ કેનાલનું પાણી મેળવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. પાનમ ડેમમાં હાલ ૪૫ ટકા પાણીનો જથ્થો હોવાથી ખેડૂતોની માંગણીને લઇને પાનમ સિંચાઇ વિભાગ દ્વારા બુધવારના રોજથી પાનમ સિંચાઇ કેનાલમાં ચોમાસા સિઝન માટે પાણી છોડવામા આવ્યું છે. જ્યારે બીજી તરફ જોવા જઈએ તો વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો કાગડોળે વરસાદની રાહ દેખવા સાથે મેઘરાજા મન ભરીને વર્ષે તે માટે ઈશ્ર્વર ને પ્રાર્થના કરી રહયા છે