પંચમહાલ લોકસભા બેઠક પર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લાના સ્ટોરેજ ખાતેથી જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના સ્ટ્રોંગ રૂમ ખાતે ઇવીએમ અને વિવિપેટ મશીનોને ડિસ્પેચ કરવામાં આવ્યા

ગોધરા, ભારતીય ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ આગામી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ જીલ્લા ચૂંટણી વિભાગ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા ઇવીએમના મુખ્ય સ્ટોરેજ ખાતેથી જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ઈવીએમ અને વિવીપેટ મશીનોને ડિસ્પેચ કરવામાં આવ્યા હતા. રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કોમ્પ્યુટરાઈઝ રેન્ડમાઇઝેશન કર્યા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિધાનસભા બેઠક દીઠ બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવામાં આવ્યા હતા. જીલ્લા ચૂંટણી અધિકારી અને પંચમહાલ જીલ્લાના કલેક્ટર દ્વારા સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ ઇવીએમ અને વીવીપેટ મશીનને મોકલવામાં આવ્યા હતા.