ધોધંબા,ઘોઘંબા તાલુકામાં આવેલ શ્રી પ્રકાશ.માં અને ઉ.મા શાળા સીમલીયામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત એન.એસ.એસ નો કાર્યક્રમ, પાલ્લી પ્રાથમિક શાળા ખાતે તા.25.2.2024 થી તા.2.3.2024 સુધી સાત દિવસનું વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ સીમલીયા શિક્ષણ સંકુલના પ્રમુખ નટવરસિંહ જી.કે.ચૌહાણના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે અતિથિ વિશેષ પાલ્લી પ્રાથમિક શાળાના આચાર્ય ચૌહાણ જશુભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ વીર ભદ્રસિંહ ઠાકોર ગામના અગ્રણીય નાગરિકો, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ,પ્રાથમિક શાળાના બાળકો, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા ના શિક્ષક જે.કે.પટેલે આમંત્રિત મહેમાનો નો પરિચય આપી શબ્દો અને પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાના આચાર્ય જશુભાઈ ચૌહાણ એ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા બાળકોમાં રાષ્ટ્રીય સેવા ભાવના જાગે તેવી સમજ આપી હતી. કાર્યક્રમની રૂપરેખા પ્રોગ્રામ ઓફિસર વી.એ.ખાંટ એ આપી હતી.અંતમાં આભાર દર્શન શાળાના શિક્ષક એસ.કે પટેલે કર્યું હતું.