પાલનપુર, મોંઘીદાટ જમીનો પર જમીન માફિયાઓની નજરનો ડોળો મંડરાયેલો હોય છે. જેને સુરક્ષીત રાખવા માટે જેતે ગામ અને શહેરના સ્થાનિક લોકોની જાગૃતિ મહત્વનો પ્રયાસ કરતી હોય છે. આ દરમિયાન હવે બનાસકાંઠા જિલ્લામાં આવી જ કિંમતી જમીન ખાનગી ટ્રસ્ટને આપવાના કૌભાંડનો આક્ષેપ થયો છે. પાલનપુર તાલુકાના ચંડીસર ગામની સરકારી પડતર ખાનગી ટ્રસ્ટને સોંપવામાં આવી રહી છે. જેને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક ગ્રામજોએ અને અગ્રણીઓએ અનેકવાર રજૂઆતો કરી હતી. આમ છતાં પણ રજૂઆતને જાણે કે સાંભળ્યા વિના જ અધિકારીઓએ મનવસ્વી વૃત્તી રાખી હોય એમ જ જમીનને ખાનગી ટ્રસ્ટના નામે કરવા માટેની પેરવી શરુ કરી હતી. જેને લઈ હવે ગ્રામજનોએ જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યા આક્ષેપ સાથે ધરણાં ધરીને વિરોધ નોંધાવ્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ક્લેકટરના હુકમ વિના જ જમીન ખાનગી ટ્રસ્ટના નામે કરવામાં આવી છે. આ માટે જિલ્લા ક્લેકટર કચેરી સમક્ષ સ્થાનિકોએ પ્રતિક ધરણા ધર્યા હતા.