પાલનપુર આરટીઓ ઇન્સ્પેક્ટર અંક્તિ પંચાલ અને વચેટીયાને લાંચ લેતા ઝડપાયા

પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓએ જાણે કે માઝા મુકી છે. એસીબીએ પણ સપાટો બોલાવતા એક બાદ એક વધુ ટ્રેપ કરીને ભ્રષ્ટાચારી કર્મચારીને ઝડપી લીધો છે.આરટીઓ ઇન્સ્પેક્ટર અંક્તિ પંચાલને છઝ્રમ્ એ છટકું ગોઠવીને ઝડપી લીધો છે. ગલબાભાઈની પ્રતિમા પાસે વચેટીયો લાંચની રકમ લેતા છટકાંમાં એસીબીએ ઝડપ્યો હતો.

એસીબીએએ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરતા પાલનપુર આરટીઓ ઈન્સ્પેક્ટરને ઝડપી લીધો છે. આરટીઓ એજન્ટ પોતાના ક્લાયન્ટના કામકાજ માટે કચેરીમાં જતો હતો. આ દરમિયાન ઇન્સ્પેક્ટર અંક્તિ પંચાલે તેમના એક બીલને ચૂકવી આપવા માટે જણાવેલ હતું. આ રકમ ના ચૂકવાય ત્યાં સુધી એજન્ટનું કામ પેન્ડીંગ રહેવા દીધુ હતુ. આ દરમિયાન એજન્ટે બીલની રકમ આપવાની સહમતી દર્શાવીને છઝ્રમ્ માં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ.

લાંચની રકમ તેમના વચેટીયા દ્વારા આપવા માટે કરી હતી. જેને લઈ વચેટીયો ભરત પટેલ ગઠામણ દરવાજા પાસે લાંચની રકમ લેવા માટે આવ્યો હતો. જ્યાં ગલબાભાઈ ચૌધરીની પ્રતિમા પાસે જ જાહેર માર્ગ પર ભરત પટેલે લાંચની રકમ સ્વિકારી હતી. એસીબીએ ભરત પટેલને અને અંક્તિ પટેલને ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.