પાલનપુર, અમદાવાદમાં વસવાટ કરતા સોના- ચાંદીનો વેપારી પાલનપુર જતા ચડોતર પાસે લૂંટાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે વેપારી મોટા પ્રમાણમાં સોનું લઈને ડીસાથી પાલનપુર જતો હતો, તે દરમ્યાન ચડોતર પાસે તેની કારને આંતરીને ૬ વ્યક્તિઓએ લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ ઘટના બાદ પાલનપુર પોલીસે દરેક જિલ્લામાં એલર્ટનો મેસેજ અને નાકાબંધી કરી હતી.
પાટણ એલસીબી પણ એક્શનમાં આવી હતી. બનાસકાંઠાના પાલનપુર પાસે થયેલી ૧૦ કિલો સોનાની લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુરમાં થયેલી ૧૦ કિલો સોનાની લૂંટને લઈને ડીસા ડીવાયએસપી, પાલનપુર ડીવાયએસપી, ૪ પીઆઇ. એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસ તપાસમાં જોતરાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો છે. હાલ આરોપીઓ જેલના સળિયા પાછળ છે.